ઐતરેય ઉપનિષદ

પ્રથમ અધ્યાય, પ્રથમ ખંડ, 01-03

પ્રથમ અધ્યાય - પ્રથમ ખંડ

ॐ आत्मा वा इदमेक एवाग्र आसीन्नान्यत्किंचन मिषत् ।
स ईक्षत लोकान्नु सृजा इति ॥१॥

atma va idam eka evagra asin nanyat
kincana misat sa iksata lokan nu srja iti.

થયું પ્રકટ આ જગ તે પ્હેલાં હતા એકલા પરમાત્મા,
અન્ય કૈં નહીં; વિચાર પ્રભુએ કર્યો પછી જગને રચવા. ॥૧॥
*
स इमाँ ल्लोकानसृजत ।
अम्भो मरीचीर्मापोऽदोऽम्भः परेण दिवं द्यौः प्रतिष्ठाऽन्तरिक्षं मरीचयः ॥
पृथिवी मरो या अधस्तात्त आपः ॥२॥

sa imal lokan asrjata.
ambho marichir maram apo 'do'mbhah
parena divam dyauh pratisth antariksam marichayah.
prthivi maro ya adhastat ta apah.

જુદા જુદા લોક

દ્યુલોકને તેની ઉપરના લોક ‘અમ્ભ’ને રચ્યા પછી,
સૂર્યચંદ્રતારાના લોકો રચ્યા ‘મરીચિ’ નામ દઈ;
‘મર’ નામે આ મૃત્યુલોક ને ‘આપ’ રચ્યાં પાતાલ બધાં,
લોક જેટલા જગતમહીં તે બધાય છે પ્રભુએ જ રચ્યા. ॥૨॥
*
स ईक्षतेमे नु लोका लोकपालान्नु सृजा इति ॥
सोऽद्भ्य एव पुरुषं समुद्धृत्यामूर्छयत् ॥३॥

sa isateme nu loka loka-palan nu srja iti.
so'dbhya eva purusam samuddhrtya murcchhayat.

હિરણ્યગર્ભ પુરૂષ કે બ્રહ્મની રચના


રચી લોકને વિચાર પાછો પરમાત્માએ આમ કર્યો,
લોકોનું રક્ષણ કરવાને લોકપાલ મારે રચવો.
હિરણ્યમયને પુરુષને જલથી કાઢી સાકાર કર્યો,
સૌથી પ્હેલાં પુરૂષ બ્રહ્મા જલમાંથી ઉત્પન્ન કર્યો. ॥૩॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.