Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ જીવનમાં મને પ્રાપ્ત કરીને
તું ધન્ય થઈ ગઈ છે એમ મને લાગે છે,
અને વારંવાર જ્યારે આપણી દૃષ્ટિ મળે છે ત્યારે,
આંસુના ગીતમાં વહી જઈને
તું મને આ સંદેશ સુણાવે છે.

એમ લાગે છે કે,
તને આજ સુધી સાચા હૃદયથી પ્રેમ કરનાર કોઈ નહોતું મળ્યું.
અને એથી જ આજે વનમાં સરોવરને જોઈને
મુક્ત હૃદયે ક્રીડા કરતી રાજકુમારીની જેમ તું રમે છે;
મારા ફૂલને છાતીએ લગાવે છે, સૂંઘે છે, ને ચૂમે છે.

- શ્રી યોગેશ્વરજી