Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે તો દયા કરીને આજ તમારું દર્શન આપી દો.
અમીમય દૃષ્ટિ કરીને કષ્ટો મારાં સઘળાં કાપી દો.

વીતી ગઈ ઘણીયે વેળા,
ખાધા ઋતુઓએ પણ ફેરા,
ફેરા વિરહમિલનના હવે ફેરવી ભાગ્ય ફેરવી દો ... હવે.

અંતર આરામ કરે ક્યાંથી,
જ્વાળા જલી રહી છે ત્યાંથી;
જ્યાંથી રસ પ્રકટે તે રૂપ બતાવી શાંતિ સ્થાપી દો ... હવે

જ્ઞાનમાં રમનારા છો રમતા,
યોગને માર્ગ ભલેને ભમતા;
દમતા દેહ તપી છો, મુજને બસ પ્રેમ પિલાવી દો ... હવે.

તમારી મોહિની મુજને લાગી,
દર્શનની જ પિપાસા જાગી;
રાગી હૃદય તમારે માટે તેને તૃપ્તિ આપી દો ... હવે.

મારે આધાર નથી કોઈ,
છાયા ઢાળી લો એ જોઈ;
રોઈ રાત વિતાવું, ઉત્સાહભરી ઉષા જગાવી દો ... હવે.

‘પાગલ’ પાસ નથી બલ સાચે,
બંધાયો દોરે પણ કાચે;
રાચે એક તમારા બલ પર, હેતે હૈયે ચાંપી દો ... હવે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit