Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચંચલ મનને કેમ કરે છે?
ચંચલ કદિ ના ચાહ મેળવે,
પામરતાને કેમ ધરે છે ? ... ચંચલ

દૃઢ મનથી જે ટેક નિભાવે,
તેને મિલ્કત મિષ્ટ મળે છે;
ખબર હતી શું નહીં પ્રથમથી?
સંશય ત્યારે શીદ કરે છે? ... ચંચલ

મહાન પદ પામ્યા જે માનવ
સંદેશો સૌ એ જ ધરે છે;
પ્રચંડ પુરૂષારથ કરતા જે,
જંગ વિજયને તે જ વરે છે ... ચંચલ.

કંટકથી ચિંતાતુર ના હો;
વ્યથાતણી વર્ષા વરસે છો;
જીવનને કુરબાન કરે છે,
જીવન તો તેને જ મળે છે ... ચંચલ.

આંસુમહીં અટવાઈ ના જા,
મૂંગા કે ના નાખ નિસાસા,
નિર્ભય બનતાં ધપજે આગે,
આજ રડે તે કાલ હસે છે ... ચંચલ.

‘પાગલ’ પાવકથી ડરતો ના,
સંકટમાં સ્મિત જો તજતો ના;
ધ્રુવપદ મળશે તુજને સાચે,
આગળ ડગલાં ભલે ભરે છે ! ... ચંચલ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit