Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ક્યારે દર્શન થાય તમારું !
એ જ લગન છે લાગી દિલને દર્શન થાય તમારું,
ક્યારે દર્શન થાય તમારું !

તરસ તપાવે અંતરને એ, જીવન કરતી ખારું;
લોચનિયાં આ અખંડ ઝંખે, ક્યારે તમને ભાળું !
ક્યારે દર્શન થાય તમારું !

ક્યારે પ્રકટો રૂપ લઈને રસમય ને રઢિયાળુ;
સંગમ થતાં ઉભયનો બનશે તીર્થ ખરેખર ન્યારું.
ક્યારે દર્શન થાય તમારું !

દિલ તલપે છે દિલને મળવા, પરંતુ બહુબહુ વારું;
ઉપાય એકે હાથ ન આવે, ધીરજ તોયે ધારું.
ક્યારે દર્શન થાય તમારું !

કુસુમથકી પણ કૈંયે કોમળ, ચંદ્રથકી પણ ચારુ,
અંગ અનંગનિકેતન ક્યારે નેનન ભરી નિહાળું !
ક્યારે દર્શન થાય તમારું !

‘પાગલ’ કર્યો મને તે માનું નસીબ મોટું મારું;
રહો અધિક પણ દૂર હવે તે સમજો તો નહિ સારું.
ક્યારે દર્શન થાય તમારું !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit