મધુર મુખ જોવા મને મળે;
તો જ મટે બેચેની મારી,
તેમ અશાંતિ ટળે ... મધુર મુખ.
વેદના શમે, તરસ મટે ને
પૂરણ તૃપ્તિ મળે;
વ્યાકુલ અંતર અમૃતરસથી
તો કિલ્લોલ કરે ... મધુર મુખ.
ધન્ય બની જાયે જીવન ને
ઈપ્સિત વસ્તુ મળે;
સ્વર્ગ મોક્ષ વૈકુંઠ સુખ પછી
લાગે શુષ્ક ખરે ... મધુર મુખ.
જોવા જેવું કૈંય રહે ના,
અમુલખ હેતુ સરે;
બંધન, ચિંતા, વ્યથા, અલ્પતા,
કાયમ કાજ ટળે ... મધુર મુખ.
દર્દ મટે દિલનું આ મારું,
ઉત્સવ પ્રાણ કરે;
ઝંઝાવાતે જકડાયેલું
જીવન મુક્ત તરે ... મધુર મુખ.
સુંદરતાનું મૂળ, સુધામય
જોવા વદન મળે,
‘પાગલ’ ભાવવિભોર બની તો
સ્વાગત શ્રેષ્ઠ કરે ... મધુર મુખ.
- © શ્રી યોગેશ્વરજી

