Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુજ સમ કોઈ ના બડભાગી.
તમારાં ચરણોનો અનુરાગી.

તરસ તમારો રસ પીવાની
મારે અંતર જાગી;
તમને મળવા માટે લગની
કૈંક દિનોથી લાગી ... મુજ સમ.

અશાંતિ એક તમારે માટે
અંતરપટ પર જાગી;
એક તમારા અનુરાગતણી
મંગલ વીણા વાગી ... મુજ સમ.

તમારા વિના કામના બધી
આશા તેમજ ત્યાગી;
સ્વપ્ન તમારાં સેવ્યાં કેવલ,
ગાળી રાત સુહાગી ... મુજ સમ.

સંપત્તિ મેં ધરી તમારાં
ચરણોમાં વણમાગી;
રસની લ્હાણ મળી છે મુજને,
ભીતિ બધીયે ભાગી ... મુજ સમ.

ભાગ્ય વધારો મારું હજુયે,
બની તમે અનુરાગી;
‘પાગલ’ કે’ દર્શન આપીને
કરો ખરે સદ્‌ભાગી ... મુજ સમ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit