અંતરે આનંદ નહીં માય.
દર્શન દેશો દૈવી મુજને,
પાવન બનશે કાય ... અંતરે.
જીવન બનશે ઉજ્જવલ મારું,
મટશે મળ સઘળાય;
ક્લેશ, કષ્ટ ને પીડા શમશે,
શોક પછી નહિ થાય ... અંતરે.
જન્મ સફળ મારો થાયે ને
રોમ રસમહીં ન્હાય;
કૃતાર્થતણી બરાબરી ના
એની જગમાં થાય ... અંતરે.
મનોરથ બધા પૂરા થાશે,
શાંતિ નહીં જ સમાય;
‘પાગલ’ પદ મંગલ મેળવશે,
મટશે સઘળી હાય ... અંતરે.
- © શ્રી યોગેશ્વરજી