Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઊંઘે માનવ સર્વ ભલે !

જાગ્યો તું તો ઊંઘ ફરી ના,
આળસ જાય ભલે ! ... ઊંઘે.

જે જાગે તે પદાર્થ પામે,
છે બડભાગી તે;
ઊંઘે તે અમુલખ ધન ખોવે,
વ્યર્થ રડે અંતે.
માટે ના કર પ્રમાદ ભાઈ,
વ્યર્થ ન ગાળ પળે ! ... ઊંઘે.

જીવન છે આ ખરે કીમતી,
વેગે ખૂબ વહે;
કરી શકે માનવ ચાહે તે
સંતો એમ કહે.
‘પાગલ’ કે’ પુરુષારથ કરતાં
વસ્તુ શી ન મળે ? ... ઊંઘે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit