Text Size

અંતરનો અનુરાગ

છેક સાધારણ કહી છે વાત મેં તમને

છેક સાધારણ કહી છે વાત મેં તમને,
દિવ્ય દર્શન દો તમારું, થાય શાંતિ મને;
વિરહની હોળી સળગતી અંતરે મારા,
શમાવો તેને વરસતાં પ્રેમની ધારા !

દિવાળી પ્રકટે પછી જીવનમહીં મારે,
ધન્યતાસંગીત પ્રકટે હૃદયને તારે;
પાનખરનો અંત આવે, હસે તેમ વસંત,
માગણી છે એ જ મારી, ક્લેશનો હો અંત !

હજી સાંભળતાં નથી પણ તમે મારી વાત,
સંભળાવું ખંતપૂર્વક રોજ દિન ને રાત;
થાય છે આશ્ચર્ય મુજને, ગયો ખૂટી પ્રેમ,
રંક માટે હૃદયમાંથી તમે મૂકી રે’મ ?

ભક્તને તો તારશે કો’, કોણ કરશે પાર ?
શાંતિ દેશે કોણ, કરશે કોણ રસની ધાર ?
તમારા વિણ જિંદગીમાં શો રહેશે સાર ?
તમારા વિણ કોણ કરશે વિરહથી ઉદ્ધાર ?

કહે ‘પાગલ’ એટલે સમજી હજી જાઓ,
વખત વીતે તે પહેલાં પ્રેમથી આવો;
વાત સાધારણ છતાંયે તુચ્છકારો ના,
અલ્પ મારો પ્રેમ, છે પણ પ્રબળ ખૂબ જ હા !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok