Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારું મનડું તમારામાં રમે !
એને બીજું કાંઈ યે ના ગમે ... મારું મનડું.

રાતદિન તમને જોઈને એ જપે,
ચરણોને છોડીને ક્યાંયે ના ભમે ... મારું મનડું.

જોગી જંગલ જઈ દેહને દમે,
મારું તનમન તો પ્રેમરસમાં રમે ... મારું મનડું.

મારું જીવન એકાકી ખરે તમે,
સંગ મને બીજા કોઈનો ના ગમે ... મારું મનડું.

યાદ કરે તમને ગાયે ને સ્તવ્યા કરે,
ધ્યાન ધરી પૂજીને રૂપમાંહે રમે ... મારું મનડું.

છોડી તમને કદી ક્યાંય જાય ના;
ક્લેશ બધા ‘પાગલ’ના દર્શન કરી શમે ... મારું મનડું.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit