હું તો શોધું છું સઘળે રામ
હું તો શોધું છું સઘળે રામ રે, શ્યામલ ગિરધારી...
દિવ્ય દેહ ધરીને આવો,વાંસલડી મિષ્ટ વગાડો,
મારી સાથે આવી બિરાજો રે...શ્યામલ ગિરધારી...
મન અંતરે આશા તમારી,તમે આવો કૃષ્ણ મુરારી,
તન મનને દીધાં વારી રે....શ્યામલ ગિરધારી....
પૂજારણ બનું તમારી, ચરણોમાં રાખો મુરારી,
ધન્ય કરો જીવનવાડી રે...શ્યામલ ગિરધારી...
આ જગમાં એકલ જીવી, એકલપંથી છું અજાણી,
મને સાથ ધરોને મુરારી રે...શ્યામલ ગિરધારી....
-------
I am in your search, O My Beloved Krishna!
Manifest in Divine form and
Play your melodious flute
Come, inhabit with me…O My Beloved Krishna!
I aspire for Your presence
Come soon O My Beloved !
I have relegated my mind and body…O My Beloved Krishna!
I want to be your worshipper
I want to be at Your Lotus Feet,
Blossom the garden of my life…O My Beloved Krishna!
I'm alone and unaided in this world
I've no knowledge of the path
Please be my companion…O My Beloved Krishna!
MP3 Audio
રચના સમયના મનોભાવો
પરમાત્મા પ્રગટ સ્વરૂપે યોગેશ્વરજી છે. એમ માની લીધું. એમને ઉદેશીને જ પ્રાર્થનાઓ થવા લાગી. છતાં ઘણી ઘણી વાર મન દિવ્ય સ્વરૂપે શ્રી કૃષ્ણનાં દર્શન કરવા માટે ઝંખવા લાગ્યું. રોમરોમમાંથી એની શોધ શરૂ થઈ. અજાણ એકલપંથી શ્રી કૃષ્ણ જ સાચો સથવારો આપી શકે એમ છે એવું લાગ્યું.
એની સતત શોધ શરૂ થઈ, વિદેશની ભૂમિ ઉપર જવાનું બન્યું તો ત્યાં પણ એ શોધ ચાલુ જ રહી.પરિણામે આ પ્રાર્થના ઝાંબિયાના કાબ્વે શહેરમાં લખાઈ.
-------
I believed Shri Yogeshwarji as the manifestation of the Divine. I had accepted him as the same form of Lord Krishna that I prayed. However, there were times when I wished to have the darshan of Lord Krishna in His Divine incarnation.
Often, my search for Him filled every ounce of me. I feel lonely and lost. I vehemently seek Lord Krishna for guidance. I seek Lord Krishna on my spiritual voyage as my sole companion.
My relentless search was on, even when I traveled abroad. This prayer manifested When I was in Zambia.