હે રસેશ્વર
હે રસેશ્વર
બનીને હું રસેશ્વરી,
તપીને જપીને બનું,
હું તપસ્વિની.....
હે ગોપાલા
બનીશ તારી ગોપિકા,
મનમોહન મધુસૂદનની,
મીરાં દીવાની....
હે મઘુરતમ
બનીશ તારી માધુરી,
મનમંદિરે મધુમૂર્તિ,
મઢાવીશ તારી......
હે બંસીધર
બનીશ તારી બંસરી,
પ્રીતથી પોલી બનાવી,
વગાડજે વ્હાલમ...
હે પરમપ્રિય
પ્રીતડી પ્રગટાવજે,
શબ્દપૂજા પ્રીતે ગ્રહીં,
પ્રીતથી પધારજે....
હે સમંદર
બનીશ સુસરિતા,
સ્નેહથી સહી, સરીને,
સમાઈશ સાગરે.....
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુને મધુર ભાવે સાદ કરવાની ભાવના જાગી ત્યારે રાધા અને ગોપી ભાવે આ પ્રાર્થના થઈ.