Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

उमा की तपस्या सफल, आकाशवाणी द्वारा वरदान
 
(चौपाई)
अस तपु काहुँ न कीन्ह भवानी । भउ अनेक धीर मुनि ग्यानी ॥
अब उर धरहु ब्रह्म बर बानी । सत्य सदा संतत सुचि जानी ॥१॥
 
आवै पिता बोलावन जबहीं । हठ परिहरि घर जाएहु तबहीं ॥
मिलहिं तुम्हहि जब सप्त रिषीसा । जानेहु तब प्रमान बागीसा ॥२॥
 
सुनत गिरा बिधि गगन बखानी । पुलक गात गिरिजा हरषानी ॥
उमा चरित सुंदर मैं गावा । सुनहु संभु कर चरित सुहावा ॥३॥
 
जब तें सती जाइ तनु त्यागा । तब सें सिव मन भयउ बिरागा ॥
जपहिं सदा रघुनायक नामा । जहँ तहँ सुनहिं राम गुन ग्रामा ॥४॥
 
(दोहा)
चिदानन्द सुखधाम सिव बिगत मोह मद काम ।
बिचरहिं महि धरि हृदयँ हरि सकल लोक अभिराम ॥ ७५ ॥

*
MP3 Audio

*
 
ઉમાનું તપ સફળ થયું, આકાશવાણી દ્વારા વરદાન મળ્યું
 
આવું તપ ના કરાયું ભવાની, ધીર વિવિધ થયા મુનિ જ્ઞાની;
ઉરમાં ધારો હવે બ્રહ્મવાણી સદા સત્ય સંતત શુચિ જાણી.
 
આવે બોલાવવા પિતા જ્યારે હઠને તજતાં જજો ઘેર ત્યારે;
મળે સપ્તર્ષિ તેમજ તમને ત્યારે માનો પ્રમાણ વચનને.
 
સુણી બ્રહ્માની આકાશવાણી થઇ પુલકિત હરખી ભવાની;
સુંદર ચરિત ઉમાનું ગાયું, હવે શંભુ ચરિત સુણો ન્યારું.
 
ત્યાગ્યું જ્યારથી તનને ઉમાએ જાગ્યો વૈરાગ્ય શિવ મનમાંહે;
નિત્ય જપતા રઘુનાયક નામ, સુણતા જ્યાં ત્યાં રઘુપતિ ગુણગ્રામ.
 
(દોહરો)       
ચિદાનંદ સુખધામ શિવ વિગત મોહ મદ કામ,
ઉરમાં હરિ ધરી વિચરતા સકલ લોક અભિરામ.