Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम की विनती का शिवजी द्वारा स्वीकार
 
(चौपाई)
कह सिव जदपि उचित अस नाहीं । नाथ बचन पुनि मेटि न जाहीं ॥
सिर धरि आयसु करिअ तुम्हारा । परम धरमु यह नाथ हमारा ॥१॥
 
मातु पिता गुर प्रभु कै बानी । बिनहिं बिचार करिअ सुभ जानी ॥
तुम्ह सब भाँति परम हितकारी । अग्या सिर पर नाथ तुम्हारी ॥२॥
 
प्रभु तोषेउ सुनि संकर बचना । भक्ति बिबेक धर्म जुत रचना ॥
कह प्रभु हर तुम्हार पन रहेऊ । अब उर राखेहु जो हम कहेऊ ॥३॥
 
अंतरधान भए अस भाषी । संकर सोइ मूरति उर राखी ॥
तबहिं सप्तरिषि सिव पहिं आए । बोले प्रभु अति बचन सुहाए ॥४॥
 
(दोहा)
पारबती पहिं जाइ तुम्ह प्रेम परिच्छा लेहु ।
गिरिहि प्रेरि पठएहु भवन दूरि करेहु संदेहु ॥ ७७ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામની વિનતિનો શિવજી સ્વીકાર કરે છે
 
(દોહરો)       
શિવે કહ્યું એ યોગ્ય ના, વચન ન મિથ્યા થાય
તોપણ કોદી આપનાં, પ્રાણ ભલેને જાય.
 
આજ્ઞા ધારી મસ્તકે પાલન સદા કરું
મારો શાશ્વત ધર્મ એ સંશયસિંધુ તરું.
*
માતપિતા ગુરુ પ્રભુની વાણ વગર વિચાર્યે ધરવી ધ્યાન,
શ્રેયસ્કર જ સદા ગણવી કરણીમાં સત્વર વણવી.
 
સુણી શંભુનાં સુખદ વચન ભક્તિ વિવેક ધર્મમય ધન્ય
પ્રભુ બોલ્યા પણ પૂર્ણ થયું, હૃદયે રાખો જે મેં કહ્યું.
 
એમ કહી અદૃશ્ય થયા, મૂર્તિ શિવે ઉર ધરી મહા;
સપ્તર્ષિ ગયા શંકર પાસ, કહ્યાં વચન પ્રભુએ મધુ ખાસ.
 
(દોહરો)       
મળી પાર્વતીને તમે પ્રેમપરીક્ષા લો,
પ્રેરિત હિમગિરિને કરી ગૃહે મોકલી દો.
 
સંદેહ શમાવો સકળ અનુગ્રહ દિવ્ય કરો
વિના વિલંબ વિયોગની વ્યથા અશાંતિ હરો.