शिवजी को देखकर मेना दुःखी
(चौपाई)
लै अगवान बरातहि आए । दिए सबहि जनवास सुहाए ॥
मैनाँ सुभ आरती सँवारी । संग सुमंगल गावहिं नारी ॥१॥
कंचन थार सोह बर पानी । परिछन चली हरहि हरषानी ॥
बिकट बेष रुद्रहि जब देखा । अबलन्ह उर भय भयउ बिसेषा ॥२॥
भागि भवन पैठीं अति त्रासा । गए महेसु जहाँ जनवासा ॥
मैना हृदयँ भयउ दुखु भारी । लीन्ही बोलि गिरीसकुमारी ॥३॥
अधिक सनेहँ गोद बैठारी । स्याम सरोज नयन भरे बारी ॥
जेहिं बिधि तुम्हहि रूपु अस दीन्हा । तेहिं जड़ बरु बाउर कस कीन्हा ॥४॥
(छंद)
कस कीन्ह बरु बौराह बिधि जेहिं तुम्हहि सुंदरता दई ।
जो फलु चहिअ सुरतरुहिं सो बरबस बबूरहिं लागई ॥
तुम्ह सहित गिरि तें गिरौं पावक जरौं जलनिधि महुँ परौं ॥
घरु जाउ अपजसु होउ जग जीवत बिबाहु न हौं करौं ॥
(दोहा)
भई बिकल अबला सकल दुखित देखि गिरिनारि ।
करि बिलापु रोदति बदति सुता सनेहु सँभारि ॥ ९६ ॥
*
MP3 Audio
*
શિવજીનું રૂપ જોતાં મેનાની પ્રતિક્રિયા
(દોહરો)
જાન લઇ આવ્યા પછી આગેવાનો ખાસ,
આપ્યા સમુચિત સર્વને સુંદર જાનીવાસ.
મેનાએ શુભ આરતી તરત કરી તૈયાર,
ગાવા મંગલ ગીતને લાગી સઘળી નાર.
સ્વર્ણ થાળને હાથમાં રાખીને મેના
ઉતારવા શિવ આરતી ચાલી મધુનેમા.
વિકટ વેશમાં રુદ્રને દેખીને ત્યારે
સ્ત્રીઓના મનમાં સતત ઊપજ્યો ભય ભારે.
*
ભય પામીને ઘરમાં ગઇ એ, જાનીવાસમાં શંભુ ગયા ને;
મેનાહૃદયે થયું દુઃખ ભારી, એણે બોલાવી સૈલકુમારી.
અતિ સ્નેહથી અંકે બેસાડી બોલી આંખમાં આંસુને આણી,
દીધું વિધિએ તને આવું રૂપ, કર્યો વરને જડ કેમ કુરૂપ ?
(છંદ)
સૌન્દર્ય તુજને અર્પતા વરને બનાવ્યો મૂર્ખ કાં,
ફળ કલ્પવૃક્ષતણું વિવશ બાવળમહીં જોડાયું આ;
તુજ સાથ પર્વતથી પડું, અનલે જલું, નદમાં પડું
ઘર જાય અપયશ થાય જીવી કિન્તુ લગ્ન નહીં કરું,
(દોહરો)
વિકળ બની નારી બધી ગિરિનારી દુઃખથી;
મેના રડતી વિલપતી સ્મરતાં સ્નેહ વદી.

