नारद और सप्तर्षि द्वारा मेना को सांत्वना
(चौपाई)
नारद कर मैं काह बिगारा । भवनु मोर जिन्ह बसत उजारा ॥
अस उपदेसु उमहि जिन्ह दीन्हा । बौरे बरहि लगि तपु कीन्हा ॥१॥
साचेहुँ उन्ह के मोह न माया । उदासीन धनु धामु न जाया ॥
पर घर घालक लाज न भीरा । बाझँ कि जान प्रसव कैं पीरा ॥२॥
जननिहि बिकल बिलोकि भवानी । बोली जुत बिबेक मृदु बानी ॥
अस बिचारि सोचहि मति माता । सो न टरइ जो रचइ बिधाता ॥३॥
करम लिखा जौ बाउर नाहू । तौ कत दोसु लगाइअ काहू ॥
तुम्ह सन मिटहिं कि बिधि के अंका । मातु ब्यर्थ जनि लेहु कलंका ॥४॥
(छंद)
जनि लेहु मातु कलंकु करुना परिहरहु अवसर नहीं ।
दुखु सुखु जो लिखा लिलार हमरें जाब जहँ पाउब तहीं ॥
सुनि उमा बचन बिनीत कोमल सकल अबला सोचहीं ॥
बहु भाँति बिधिहि लगाइ दूषन नयन बारि बिमोचहीं ॥
(दोहा)
तेहि अवसर नारद सहित अरु रिषि सप्त समेत ।
समाचार सुनि तुहिनगिरि गवने तुरत निकेत ॥ ९७ ॥
*
MP3 Audio
*
નારદજી અને સપ્તર્ષિઓ મેનાને સમજાવવા આવે છે
(દોહરો)
નારદનું એવું હશે શું જ બગાડ્યું મેં
જેથી મારું ઘર મધુર ઉજ્જડ કીધું છે ?
એવો અમંગલ વળી કાં આપ્યો ઉપદેશ
પાગલ પતિને પામવા તપ કે કીધું લેશ ?
*
ખરે એમને મોહ ન માયા, ઉદાસીન ન ધન ધામ જાયા;
પરધરનાશક લાજ ન બીક, જાણે વાંઝ શું પ્રસવની પીડ ?
જોઇ જનનીને વિકળ ભવાની બોલી મધુર વિનયવાળી વાણી,
ટળે તે ના રચે જે વિધાતા એવું સમજી શોકિત થા ના માતા !
પતિ ભાગ્યમાં આવો લખ્યો જો દોષ કોઇને શાને દેવો તો ?
મટશે તુજથી શું વિધિના અંક ? તુજને લાગશે વ્યર્થ કલંક.
(છંદ)
ના દોષભાગી બન, રડ નહીં, રુદનનો આ સમય ના,
સુખદુઃખ લલાટે લખેલાં મળશે જઉં ત્યાં ત્યાં બધાં;
કોમળ વિનીત વચન ઉમાનાં સુણી સ્ત્રી શોકિત બની,
વિધિને દઇને દોષ, વરસી આંખથી અશ્રુ રહી.
(દોહરો)
એ સમયે નારદ અને શુચિ સપ્તર્ષિ સમેત
હિમગિરિ પામી માહિતી પહોંચ્યા તરત નિકેત.

