Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नारद द्वारा उमा के पूर्वजन्म का रहस्योद्घाटन
 
(चौपाई)
तब नारद सबहि समुझावा । पूरुब कथाप्रसंगु सुनावा ॥
मयना सत्य सुनहु मम बानी । जगदंबा तव सुता भवानी ॥१॥
 
अजा अनादि सक्ति अबिनासिनि । सदा संभु अरधंग निवासिनि ॥
जग संभव पालन लय कारिनि । निज इच्छा लीला बपु धारिनि ॥२॥
 
जनमीं प्रथम दच्छ गृह जाई । नामु सती सुंदर तनु पाई ॥
तहँहुँ सती संकरहि बिबाहीं । कथा प्रसिद्ध सकल जग माहीं ॥३॥
 
एक बार आवत सिव संगा । देखेउ रघुकुल कमल पतंगा ॥
भयउ मोहु सिव कहा न कीन्हा । भ्रम बस बेषु सीय कर लीन्हा ॥४॥
 
(छंद)
सिय बेषु सती जो कीन्ह तेहि अपराध संकर परिहरीं ।
हर बिरहँ जाइ बहोरि पितु कें जग्य जोगानल जरीं ॥
अब जनमि तुम्हरे भवन निज पति लागि दारुन तपु किया ।
अस जानि संसय तजहु गिरिजा सर्बदा संकर प्रिया ॥
 
(दोहा)
सुनि नारद के बचन तब सब कर मिटा बिषाद ।
छन महुँ ब्यापेउ सकल पुर घर घर यह संबाद ॥ ९८ ॥

*
MP3 Audio

*
 
નારદજી ઉમાના પૂર્વજન્મની વાત કહે છે
 
(દોહરો)       
નારદે કહી પૂર્વનો સૌને કથાપ્રસંગ
સમજાવ્યાં વિસ્તારથી કરુણા કરી અનંત.
 
મેના, સાચી સાંભળી મારી લો વાણી,
જગદંબા પુત્રી ખરે તમારી ભવાની.
*
અજા અનાદિ શક્તિ અવિનાશીની, સદા શંભુ અર્ધાંગનિવાસિની;
જગ સંભવ પાલન લય કારિણી નિજ ઇચ્છા લીલાવપુધારિણી.
 
જન્મી પ્રથમ દક્ષગૃહમહીં નામ સતી સુંદર તન લઇ;
પરણી ત્યારે શંકરસાથ કથા સકળ જગમાં છે ખ્યાત.
 
એક વાર પથમાં શિવસંગ દેખી રઘુકુળકમળપતંગ
માન્યું ન પતિનું મોહ થયો, ભ્રમવશ સીતાવેશ ગ્રહ્યો.
 
(છંદ)
એ વેશના અપરાધી પતિએ સતીને પરહરી,
શિવવિરહથી યજ્ઞે પહોંચી દક્ષના છેવટ બળી;
જન્મી તમારે ભવન પતિને પામવા કટુ તપ કર્યું,
શંકા તજો એવું સમજતાં, શિવપ્રિયા ગિરિજા હજુ.
 
(દોહરો)       
નારદના શબ્દો સુણી સૌનો મટયો વિષાદ,
પળમાં પ્રસર્યો પુરમહીં ઘરઘર એ સંવાદ.