Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नारदजी की बात से मेना संतुष्ट
 
(चौपाई)
तब मयना हिमवंतु अनंदे । पुनि पुनि पारबती पद बंदे ॥
नारि पुरुष सिसु जुबा सयाने । नगर लोग सब अति हरषाने ॥१॥
 
लगे होन पुर मंगलगाना । सजे सबहि हाटक घट नाना ॥
भाँति अनेक भई जेवराना । सूपसास्त्र जस कछु ब्यवहारा ॥२॥
 
सो जेवनार कि जाइ बखानी । बसहिं भवन जेहिं मातु भवानी ॥
सादर बोले सकल बराती । बिष्नु बिरंचि देव सब जाती ॥३॥
 
बिबिधि पाँति बैठी जेवनारा । लागे परुसन निपुन सुआरा ॥
नारिबृंद सुर जेवँत जानी । लगीं देन गारीं मृदु बानी ॥४॥
 
(छंद)
गारीं मधुर स्वर देहिं सुंदरि बिंग्य बचन सुनावहीं ।
भोजनु करहिं सुर अति बिलंबु बिनोदु सुनि सचु पावहीं ॥
जेवँत जो बढ़्यो अनंदु सो मुख कोटिहूँ न परै कह्यो ।
अचवाँइ दीन्हे पान गवने बास जहँ जाको रह्यो ॥
 
(दोहा)
बहुरि मुनिन्ह हिमवंत कहुँ लगन सुनाई आइ ।
समय बिलोकि बिबाह कर पठए देव बोलाइ ॥ ९९ ॥

*
MP3 Audio

*
 
નારદજીની વાતથી મેનાનો સંતાપ મટ્યો
 
(દોહરો)       
મેના ને હિમવાનને થઇ રહ્યો આનંદ;
પાર્વતીપદે એમણે વંદન કર્યા અનંત.
 
સ્ત્રીપુરુષો શિશુ ને યુવા નગર તણા સૌ લોક
પ્રસન્નતા પામ્યા પરમ તજતાં સઘળો શોક.
*
ગવાયાં બધે મંગલ ગાન, સ્વર્ણ કળશ આકર્ષે ધ્યાન;
પાકશાસ્ત્રનું પામી જ્ઞાન થયાં વિવિધ ખાન તથા પાન.
 
વસે ભવાની ભવને જ્યાં ત્રુટિ ભોજનકેરી શું ત્યાં;
સાદર બોલાવી સહુ જાન વિષ્ણુ વિરંચિ દેવતા આન.
 
જમનારાની પંક્તિ બની નિપુણ સેવકો પીરસે વળી;
નારી સુર જમતા જાણી ગાળો દેતી મૃદુ વાણી.
 
(છંદ)
ગાળો મધુર સ્વરથી દઇને વ્યંગ વચનોને કહે
દેવો વિનોદ સુણી નિરાંતે જમે સુખ ઉત્તમ લહે;
જમતાં વધ્યો આનંદ તે ન કથાય કોટિ વદનથકી,
તાંબુલ લઇ સૌ ઉતારા પર ગયા તૃપ્ત બન્યા પછી.
 
(દોહરો)       
મુનિઓએ હિમવાનને કહી લગ્નવેળા,
સમય વિલોકી દેવને બોલાવ્યા ઘેલા.