Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम की महिमा
 
(चौपाई)
कासीं मरत जंतु अवलोकी । जासु नाम बल करउँ बिसोकी ॥
सोइ प्रभु मोर चराचर स्वामी । रघुबर सब उर अंतरजामी ॥१॥
 
बिबसहुँ जासु नाम नर कहहीं । जनम अनेक रचित अघ दहहीं ॥
सादर सुमिरन जे नर करहीं । भव बारिधि गोपद इव तरहीं ॥२॥
 
राम सो परमातमा भवानी । तहँ भ्रम अति अबिहित तव बानी ॥
अस संसय आनत उर माहीं । ग्यान बिराग सकल गुन जाहीं ॥३॥
 
सुनि सिव के भ्रम भंजन बचना । मिटि गै सब कुतरक कै रचना ॥
भइ रघुपति पद प्रीति प्रतीती । दारुन असंभावना बीती ॥४॥
 
(दोहा)
 
पुनि पुनि प्रभु पद कमल गहि जोरि पंकरुह पानि ।
बोली गिरिजा बचन बर मनहुँ प्रेम रस सानि ॥ ११९ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામનો મહિમા
 
કાશીમાં મરતાં પ્રાણીને મંત્ર જેમનો હું આપીને,
શોકરહિત કે મુક્ત કરું, નામના બળે મુક્તિ ધરું,
તે પ્રભુ મારા અંતર્યામી રામ ચરાચર કેરા સ્વામી.
 
વિવશ બની નર નામ જપે તોપણ પાપ કદી ન ટકે,
જન્મજન્મનાં પાપ ટળે, છેક નવો અવતાર મળે.
 
સાદર સ્નેહે સ્મરણ કરે, એવાં પ્રભુનું મનન કરે,
ગોપદ જેમ સહેલાઇથી દુસ્તર ભવનો સિંધુ તરે.
 
પરમાત્મા છે રામ જ એ, શંકા એ વિષયે ના છે;
શંકા કરતાં જ્ઞાનવિરાગ સદગુણ સઘળા લુપ્ત બને.
 
શબ્દ સાંભળીને શિવના ટળી ગઇ સઘળી ભ્રમણા;
થઇ રામના પદમાં પ્રીત, થઇ ગઇ શ્રદ્ધાની જીત.
 
(દોહરો)       
ચરણકમળ શંકરતણાં વારંવાર ગ્રહી
પ્રેમરસ સભર પાર્વતી વચનો રહ્યાં કહી.