Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम अवतार का कारण
 
(चौपाई)
सुनु गिरिजा हरिचरित सुहाए । बिपुल बिसद निगमागम गाए ॥
हरि अवतार हेतु जेहि होई । इदमित्थं कहि जाइ न सोई ॥१॥
 
राम अतर्क्य बुद्धि मन बानी । मत हमार अस सुनहि सयानी ॥
तदपि संत मुनि बेद पुराना । जस कछु कहहिं स्वमति अनुमाना ॥२॥
 
तस मैं सुमुखि सुनावउँ तोही । समुझि परइ जस कारन मोही ॥
जब जब होइ धरम कै हानी । बाढहिं असुर अधम अभिमानी ॥३॥
 
करहिं अनीति जाइ नहिं बरनी । सीदहिं बिप्र धेनु सुर धरनी ॥
तब तब प्रभु धरि बिबिध सरीरा । हरहि कृपानिधि सज्जन पीरा ॥४॥
 
(दोहा)
असुर मारि थापहिं सुरन्ह राखहिं निज श्रुति सेतु ।
जग बिस्तारहिं बिसद जस राम जन्म कर हेतु ॥ १२१ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામ અવતારનું કારણ
 
વેદશાસ્ત્રમાં શ્રીહરિચરિત્ર પવિત્ર વિસ્તૃત કહ્યાં વિચિત્ર,
અવતારતણું કારણ ના સુનિશ્ચિતપણે એ કે આ
 
એમ કહી ન શકાય કદી; વિદ્વાનોએ વાત વદી
તોપણ પ્રભુની કળા અનંત, પામે રહસ્ય ક્યાંથી સંત ?
 
બુદ્ધિથી પર રામ રહ્યા, વાણીથીય અતીત કહ્યા,
મન ના કરે સમસ્ત મનન, વેદ સંત મુનિ વદે વચન;
 
કારણ મુજને જે સમજાય રામ પ્રકટ એ જેથી થાય,
કહી રહ્યો પ્રેમે તમને, સુણજો સ્વસ્થ કરી મનને.
 
હાનિ ધર્મની જ્યારે થાય, વધી અસુર અભિમાની જાય,
કુકર્મ કાયમ કાજ કરે, સમાજનાં સુખશાંતિ હરે,
 
ત્યારે વિવિધ રૂપ ધારી, સજ્જનનાં સંકટ ટાળી,
કૃપાનિધાન કરે લીલા સ્વેચ્છાપૂર્વક અવનીમાં.
 
(દોહરો)       
હણે અસુરને, દેવને રક્ષે, સ્થાપે ધર્મ,
વિસ્તારે યશ, એ જ છે રામજન્મનો મર્મ.