पुत्र को राज्यशासन सोंपकर मनु महाराज का वनगमन
(चौपाई)
बरबस राज सुतहि तब दीन्हा । नारि समेत गवन बन कीन्हा ॥
तीरथ बर नैमिष बिख्याता । अति पुनीत साधक सिधि दाता ॥१॥
बसहिं तहाँ मुनि सिद्ध समाजा । तहँ हियँ हरषि चलेउ मनु राजा ॥
पंथ जात सोहहिं मतिधीरा । ग्यान भगति जनु धरें सरीरा ॥२॥
पहुँचे जाइ धेनुमति तीरा । हरषि नहाने निरमल नीरा ॥
आए मिलन सिद्ध मुनि ग्यानी । धरम धुरंधर नृपरिषि जानी ॥३॥
जहँ जँह तीरथ रहे सुहाए । मुनिन्ह सकल सादर करवाए ॥
कृस सरीर मुनिपट परिधाना । सत समाज नित सुनहिं पुराना ॥४॥
(दोहा)
द्वादस अच्छर मंत्र पुनि जपहिं सहित अनुराग ।
बासुदेव पद पंकरुह दंपति मन अति लाग ॥ १४३ ॥
*
MP3 Audio
*
પુત્રને રાજ્ય સોંપી મનુ મહારાજ વનમાં જાય છે
રાજ્ય સુતને કરી અર્પણ, મનુએ કીધું વનગમન;
શતરૂપાની સાથે પ્રસન્ન આવ્યા તીર્થ નૈમિષારણ્ય.
મુનિસિદ્ધસમૂહ વસે ત્યાં, સાધકોને સિદ્ધિ સાંપડે જ્યાં,
આવ્યાં રાજા અને મહારાણી, જાણે જ્ઞાનભક્તિ દેહધારી.
ગયાં સુંદર ગોમતી તીર, ન્હાયાં નેહથી નિર્મળ નીર;
જાણી ધર્મધુરંધર રાજ આવ્યા જ્ઞાનીમુનિ મળવા કાજ.
હતાં સુંદર તીરથ જ્યાં જ્યાં, મુનિ સાથ પહોંચ્યાં ત્યાં ત્યાં,
કૃશ કાયે મુનિવેશ સોહે, જોતાવેંત મુનિમન મોહે.
સંત દ્વારા સુણીને પુરાણ, કરવાને ચહે કલ્યાણ;
એવું મનને મળ્યું એકાંત, થયા વિકારો સહેજે શાંત.
(દોહરો)
દ્વાદશાક્ષર મંત્રને પ્રેમસહિત જપતાં
વાસુદેવનાં ચરણનું ધ્યાન ધરી તપતાં

