मनु और शतरूपा का तप प्रारंभ
(चौपाई)
करहिं अहार साक फल कंदा । सुमिरहिं ब्रह्म सच्चिदानंदा ॥
पुनि हरि हेतु करन तप लागे । बारि अधार मूल फल त्यागे ॥१॥
उर अभिलाष निंरंतर होई । देखा नयन परम प्रभु सोई ॥
अगुन अखंड अनंत अनादी । जेहि चिंतहिं परमारथबादी ॥२॥
नेति नेति जेहि बेद निरूपा । निजानंद निरुपाधि अनूपा ॥
संभु बिरंचि बिष्नु भगवाना । उपजहिं जासु अंस तें नाना ॥३॥
ऐसेउ प्रभु सेवक बस अहई । भगत हेतु लीलातनु गहई ॥
जौं यह बचन सत्य श्रुति भाषा । तौ हमार पूजहि अभिलाषा ॥४॥
(दोहा)
एहि बिधि बीतें बरष षट सहस बारि आहार ।
संबत सप्त सहस्त्र पुनि रहे समीर अधार ॥ १४४ ॥
*
MP3 Audio
*
મનુ મહારાજ અને શતરૂપા વનમાં રહી તપ કરે છે
(દોહરો)
વીત્યા દિવસ અનેક એ ભક્ત દંપતીના
કંદમૂળ ફળ પર રહી બ્રહ્મસ્મરણ કરતાં.
સ્મરણ સચ્ચિદાનંદનું કરતાં ને જપતાં
પ્રભુ માટે પાણી ઉપર ફક્ત રહ્યાં તપતાં.
*
અભિલાષ અંતરમાં એક પ્રભુદર્શન કરવા નેક.
જ્ઞાની ચિંતન કરતા જેનું, યોગી ધ્યાન ધરે છે એનું,
કહ્યા અગુણ અનાદિ અનંત, નેતિ નેતિ સ્વરૂપે અખંડ;
પરિપૂર્ણ ઉપાધિરહિત અલૌકિક આનંદ સહિત,
જગ જેમનામાંથી થાય શિવ બ્રહ્મા વિષ્ણુ બધાય.
સર્વસમર્થ સર્વાધાર છતાં ભક્તોને વશ થાય,
લીલાતનુ સ્વેચ્છાએ ધારે, શરણાગત પ્રેમે પાળે.
(દોહરો)
એવા પ્રભુ અભિલાષને સત્ય સફળ કરશે,
દેવોને દુર્લભ સુખદ દર્શનને ધરશે,
એવા દૃઢ વિશ્વાસથી પાણી પવન ગ્રહી,
વાયુ તજી તપને કર્યું વનમાં ઘોર રહી.

