if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तपश्चर्या से प्रसन्न होकर प्रभु वर मागने को कहते है
 
(चौपाई)
बरष सहस दस त्यागेउ सोऊ । ठाढ़े रहे एक पद दोऊ ॥
बिधि हरि तप देखि अपारा । मनु समीप आए बहु बारा ॥१॥
 
मागहु बर बहु भाँति लोभाए । परम धीर नहिं चलहिं चलाए ॥
अस्थिमात्र होइ रहे सरीरा । तदपि मनाग मनहिं नहिं पीरा ॥२॥
 
प्रभु सर्बग्य दास निज जानी । गति अनन्य तापस नृप रानी ॥
मागु मागु बरु भै नभ बानी । परम गभीर कृपामृत सानी ॥३॥
 
मृतक जिआवनि गिरा सुहाई । श्रबन रंध्र होइ उर जब आई ॥
ह्रष्टपुष्ट तन भए सुहाए । मानहुँ अबहिं भवन ते आए ॥४॥
 
(दोहा)
श्रवन सुधा सम बचन सुनि पुलक प्रफुल्लित गात ।
बोले मनु करि दंडवत प्रेम न हृदयँ समात ॥ १४५ ॥

*
MP3 Audio

*
 
તપથી પ્રસન્ન થઇ પ્રભુ પ્રગટ થાય છે ને વરદાન માગવા કહે છે
 
(દોહરો)       
એક પગે ઊભા રહી તપ્યાં, નામ પ્રભુનું પ્રેમથી જપ્યાં,
એવું તપ દેખી કરી દયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા.
 
વરદાને માગવા કીધું, ડગવા નવ મનને દીધું;
અસ્થિપીંજર જેવું શરીર તોય દંપતીને ના પીડ.
 
જાણી પ્રભુએ એમને દાસ શરણાગત શ્વાસોચ્છવાસ,
કરી ગંભીર આકાશવાણી તપસ્યાને તીવ્ર પ્રમાણી.
 
વરદાન ઇચ્છો તે માગો, જરા ભાવસમાધિથી જાગો,
સુણી સ્વાદુ અલૌકિક વાણી પામ્યાં જીવન રાજારાણી.
 
હમણાં જ ગૃહેથી આવ્યાં જાણે સજી શરીર મજાનાં
એવાં સદ્ય બની ગયાં સ્વસ્થ, જોવા લાગ્યાં રહીને તટસ્થ.
 
(દોહરો)       
સુધાસભર શબ્દો સુણી પુલકિત બનતાં પ્રાણ,
પ્રેમપરિપ્લાવિત ઉરે મનુ એ બોલ્યા વાણ.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.