if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

प्रभु के स्वरूप का वर्णन
 
(चौपाई)
सुनु सेवक सुरतरु सुरधेनु । बिधि हरि हर बंदित पद रेनू ॥
सेवत सुलभ सकल सुख दायक । प्रनतपाल सचराचर नायक ॥१॥
 
जौं अनाथ हित हम पर नेहू । तौ प्रसन्न होइ यह बर देहू ॥
जो सरूप बस सिव मन माहीं । जेहि कारन मुनि जतन कराहीं ॥२॥
 
जो भुसुंडि मन मानस हंसा । सगुन अगुन जेहि निगम प्रसंसा ॥
देखहिं हम सो रूप भरि लोचन । कृपा करहु प्रनतारति मोचन ॥३॥
 
दंपति बचन परम प्रिय लागे । मुदुल बिनीत प्रेम रस पागे ॥
भगत बछल प्रभु कृपानिधाना । बिस्वबास प्रगटे भगवाना ॥४॥
 
(दोहा)
नील सरोरुह नील मनि नील नीरधर स्याम ।
लाजहिं तन सोभा निरखि कोटि कोटि सत काम ॥ १४६ ॥

*
MP3 Audio

*
 
પ્રભુના સ્વરૂપનું વર્ણન
 
(દોહરો)       
કામધેનુ સુરતરુસમા તમે ભક્ત માટે,
બ્રહ્મા શંકર વિષ્ણુયે રજ રાખે માથે,
 
અમે તમારા ચરણમાં, તમે સર્વના નાથ,
સુખદ સુલભ સેવ્યે તમે શમાવતા સંતાપ.
*
હિત કરતા અનાથતણા હો, નેહ હોય અમારે માટે જો,
વરદાન તો પ્રેમથી આપો, જુગજૂના કલેશને કાપો.
 
વસે શંકરના મનમાં જે, મુનિ જોવા પ્રયત્ન કરે છે,
બન્યા કાકભુશુંડિ સંત મન માનસરોવર હંસ;
 
કહે સગુણ નિર્ગુણ રૂપ વેદ વખાણે વિશ્વના ભૂપ.
પીડા પ્રપન્નની હરનારા, શાંતિ શાશ્વતને ધરનારા,
કૃપા એવી કરો ભરી આંખ અમે દર્શન કરીએ નાથ.
 
થાય એ જ સ્વરૂપનું દર્શન સંજીવનપ્રદાયક સ્પર્શન;
બીજી કામના અંતરમાં ના, કરો લોચન ધન્ય હવે આ.
 
શબ્દ દંપતીના પ્રિય લાગ્યા, વરદાન ગમ્યાં જે માગ્યાં,
ભક્તવત્સલ કૃપાનિધાન પ્રભુ પ્રગટયા શાંતિના સ્થાન.
 
(દોહરો)       
નીલકમળ ને નીલમણિ નીલમેઘશા શ્યામ
પ્રગટયા પ્રભુ અનુગ્રહ કરી સુખપ્રદ શોભાધામ.
 
કામદેવ અબજો ધરે એક જ દિવ્ય સ્વરૂપ
તોપણ વધુ શોભા ધરે સુંદર સૃષ્ટિભૂપ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.