रावण के पराक्रमों की कहानी
(चौपाई)
रहे तहाँ निसिचर भट भारे । ते सब सुरन्ह समर संघारे ॥
अब तहँ रहहिं सक्र के प्रेरे । रच्छक कोटि जच्छपति केरे ॥१॥
दसमुख कतहुँ खबरि असि पाई । सेन साजि गढ़ घेरेसि जाई ॥
देखि बिकट भट बड़ि कटकाई । जच्छ जीव लै गए पराई ॥२॥
फिरि सब नगर दसानन देखा । गयउ सोच सुख भयउ बिसेषा ॥
सुंदर सहज अगम अनुमानी । कीन्हि तहाँ रावन रजधानी ॥३॥
जेहि जस जोग बाँटि गृह दीन्हे । सुखी सकल रजनीचर कीन्हे ॥
एक बार कुबेर पर धावा । पुष्पक जान जीति लै आवा ॥४॥
(दोहा)
कौतुकहीं कैलास पुनि लीन्हेसि जाइ उठाइ ।
मनहुँ तौलि निज बाहुबल चला बहुत सुख पाइ ॥ १७९ ॥
*
MP3 Audio
*
રાવણના પરાક્રમોની કથા
(દોહરો)
રાક્ષસ યોદ્ધાઓ પુરા વસતા એ પુરમાં
દેવોએ યુદ્ધે હણ્યા એ સૌને ક્ષણમાં.
ઇન્દ્ર પ્રેરણા પામતાં કુબેરના કોટી
રક્ષક ત્યાં વસતા હતા; સેના એ મોટી
ઘેરી લંકા રાવણે સૈન્ય સાથ જ્યારે
ભય પામી નાસી ગઇ જીવ લઇ ત્યારે.
પછી નગર એ રાવણે ગર્વથકી જોયું,
સુખાનુભવ કરતાં પરમ ભાન બધું ખોયું.
સુંદર દુર્ગમ જાણતાં અજેય એ સ્થળને
પાટનગર સત્વર કર્યું અર્પી ગૌરવને.
યોગ્યતા મુજબ ઘર બધાં પછી વહેંચીને
સંતોષ્યા સન્માનથી રજનીચર પ્રીતે.
એક વાર જીતી લઇ કુબેરને એણે
પુષ્પક વિમાન મેળવ્યું શૌર્યથકી કેમે.

