रावण असुरों को सभी यज्ञ ध्वंश करने की आज्ञा देता है
(चौपाई)
कामरूप जानहिं सब माया । सपनेहुँ जिन्ह कें धरम न दाया ॥
दसमुख बैठ सभाँ एक बारा । देखि अमित आपन परिवारा ॥१॥
सुत समूह जन परिजन नाती । गे को पार निसाचर जाती ॥
सेन बिलोकि सहज अभिमानी । बोला बचन क्रोध मद सानी ॥२॥
सुनहु सकल रजनीचर जूथा । हमरे बैरी बिबुध बरूथा ॥
ते सनमुख नहिं करही लराई । देखि सबल रिपु जाहिं पराई ॥३॥
तेन्ह कर मरन एक बिधि होई । कहउँ बुझाइ सुनहु अब सोई ॥
द्विजभोजन मख होम सराधा ॥ सब कै जाइ करहु तुम्ह बाधा ॥४॥
(दोहा)
छुधा छीन बलहीन सुर सहजेहिं मिलिहहिं आइ ।
तब मारिहउँ कि छाड़िहउँ भली भाँति अपनाइ ॥ १८१ ॥
*
MP3 Audio
*
રાવણ અસુરોને યજ્ઞોના નાશની આજ્ઞા કરે છે
(દોહરો)
ઇચ્છાનુસાર રૂપને ધારણ કરનારા,
દયા ધર્મ વંચિત મલિન માયા ધરનારા.
એમાંથી એક જ સુભટ જીતી જગત શકે,
અતુલિત બળ એ શૂરની સામે કોણ ટકે ?
*
એક દિવસ બેઠેલ સભામાં, જોયો નિજ પરિવાર પ્રબળ ત્યાં;
અગણિત અસુરસમૂહ નિહાળી બોલ્યો એ રાવણ અભિમાની.
રજનીચર રણધીર સુણી લો, દેવ આપણા છે શત્રુઓ,
સન્મુખ આવી લડે નહીં, જોતાં નાસી જાય કહીં.
સબળ શત્રુઓ ભય પામે, જંગ જરા પણ ના જામે,
કેમ કરીને થાય મરણ, કોઇ કોઇ આવે શરણ.
એક ઉપાય મરણકેરો સુણો હવે સર્વ અનેરો,
યજ્ઞ યાગ ને જ્યાં જ્યાં શ્રાદ્ધ ત્યાં ત્યાં ફેલાવી દો ત્રાસ.
(દોહરો)
ક્ષુધાર્ત ને દુર્બળ બધા દેવ શરણ લેશે
ત્યારે દયા કરીશ ના સ્વપ્ને પણ દ્વેષે.
હણીશ સૌને કે પછી પરવશ પૂર્ણ કરી
મુક્ત કરીશ મરણથકી જીવન નવલ ધરી.

