Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

चैत्र नवमी को रामजन्म
 
(चौपाई)
नौमी तिथि मधु मास पुनीता । सुकल पच्छ अभिजित हरिप्रीता ॥
मध्यदिवस अति सीत न घामा । पावन काल लोक बिश्रामा ॥१॥

सीतल मंद सुरभि बह बाऊ । हरषित सुर संतन मन चाऊ ॥
बन कुसुमित गिरिगन मनिआरा । स्त्रवहिं सकल सरिताऽमृतधारा ॥२॥

सो अवसर बिरंचि जब जाना । चले सकल सुर साजि बिमाना ॥
गगन बिमल सकुल सुर जूथा । गावहिं गुन गंधर्ब बरूथा ॥३॥

बरषहिं सुमन सुअंजलि साजी । गहगहि गगन दुंदुभी बाजी ॥
अस्तुति करहिं नाग मुनि देवा । बहुबिधि लावहिं निज निज सेवा ॥४॥

(दोहा)
सुर समूह बिनती करि पहुँचे निज निज धाम ।
जगनिवास प्रभु प्रगटे अखिल लोक बिश्राम ॥ १९१ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામ ચૈત્ર નવમીએ જન્મ ધારણ કરે છે
 
તિથિ નવમી ને ચૈત્ર માસ, શુચિ મુહૂર્ત અભિજિત ખાસ,
શુકલ પક્ષ વળી મધ્યાહન, સમશીતોષ્ણ ને હવામાન.
 
કાળ પાવન શાંતિપ્રદાતા, અનુકૂળ બનેલા વિધાતા;
વાયુ શીતળ વાવા લાગ્યો, મંદ સૌરભથી ભર જાગ્યો;
સંત દેવતા થયા પ્રસન્ન, પામ્યા આહલાદ સૌ અવસન્ન.
 
પુષ્પ ઉપવને મધુ ખીલ્યાં, સરિતાએ સુધારસ ઝીલ્યા.
ગિરિ મણિથી બન્યા મંડિત જેમ પ્રજ્ઞા પામીને પંડિત.
 
જોઇ અવસર બ્રહ્મા ચાલ્યા, દેવતાઓ વિમાનોમાં મહાલ્યા,
વ્યોમ દેવસમૂહે ભરાયું, ગીત ગંધર્વગણથી ગવાયું.
 
સુર ગંધર્વ પુષ્પની વૃષ્ટિ કરી લાગ્યા સજાવવા સૃષ્ટિ,
સ્તુતિ કરવા લાગ્યા સર્વ આવ્યું હોય જેવી રીતે પર્વ.
 
(દોહરો)       
સુરસમૂહ સ્તુતિને કરી પહોંચ્યા દિવ્ય સ્વધામ,
પ્રગટયા પ્રભુ વિશ્વંભર અખિલ વિશ્વવિશ્રામ.