Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

देवताओं द्वारा श्री राम की स्तुति
 
(छंद)
भए प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी ।
हरषित महतारी मुनि मन हारी अद्भुत रूप बिचारी ॥
लोचन अभिरामा तनु घनस्यामा निज आयुध भुज चारी ।
भूषन बनमाला नयन बिसाला सोभासिंधु खरारी ॥

कह दुइ कर जोरी अस्तुति तोरी केहि बिधि करौं अनंता ।
माया गुन ग्यानातीत अमाना बेद पुरान भनंता ॥
करुना सुख सागर सब गुन आगर जेहि गावहिं श्रुति संता ।
सो मम हित लागी जन अनुरागी भयउ प्रगट श्रीकंता ॥

ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रति बेद कहै ।
मम उर सो बासी यह उपहासी सुनत धीर पति थिर न रहै ॥
उपजा जब ग्याना प्रभु मुसकाना चरित बहुत बिधि कीन्ह चहै ।
कहि कथा सुहाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम लहै ॥

माता पुनि बोली सो मति डौली तजहु तात यह रूपा ।
कीजै सिसुलीला अति प्रियसीला यह सुख परम अनूपा ॥
सुनि बचन सुजाना रोदन ठाना होइ बालक सुरभूपा ।
यह चरित जे गावहिं हरिपद पावहिं ते न परहिं भवकूपा ॥

(दोहा)
बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार ।
निज इच्छा निर्मित तनु माया गुन गो पार ॥ १९२ ॥

*
MP3 Audio

*
 
દેવો શ્રીરામની સ્તુતિ કરે છે
 
થયા પ્રગટ કૃપાળુ દીનદયાળુ કૌશલ્યાહિતકારી,
હરખી માતા એ મુનિમનહારી અદભુત રૂપ નિહાળી;
 
આનંદ આપતા ક્લેશ કાપતા આકર્ષક ઘનશ્યામ,
આભૂષણ માળા ધારણ કરતા શોભાસાગર રામ.
 
બે કરજોડી માતા બોલી સ્તુતિ કરું કેમ અનંત,
માયા ગુણ જ્ઞાનાતીત અમાની વેદ કહે ભગવંત.
 
કરુણા સુખ સાગર ગુણના આગર, ગાય સદા શ્રુતિ સંત,
પ્રેમી ભક્તોના મુજ હિત માટે પ્રગટ થયા શ્રીકંથ.
 
માયાથી નિર્મિત રોમરોમમાં અનંત છે બ્રહ્માંડ ભર્યાં,
મુજ ઉદરમાં રહ્યા તોય તમે પ્રભુ કરતાં અહેતુકી કરુણા.
 
માતાનું એવું જ્ઞાન ઓળખી સ્મિત ભગવાને દિવ્ય કર્યું,
ગતજન્મની કથા સર્વને કહીને માતાનું અજ્ઞાન હર્યું.
 
માતાની ડોલી મતિ તો બોલી, તમે રૂપ આ ન્યારું
મુજને પ્રિય એવી શિશુલીલાથી ધરો સુખ મને પ્યારું.
 
એ સ્તવન સાંભળી રડવા લાગ્યા શિશુ સ્વરૂપ સુરભૂપ;
જે ચરિત ગાય તે પ્રભુપદ પામે, પડે ન માયાકૂપ.
 
(દોહરો)       
વિપ્ર ધેનુ સુર સંત સહિત મનુજ શરીર ધર્યું
સ્વેચ્છાથી પ્રભુએ અને સાર્થક વચન કર્યું.
 
માયા ગુણ ઇન્દ્રિય ને મનથી પર ભગવાન
ભક્તોને માટે બન્યા શિશુ શીલ તણી ખાણ.