Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कुंवरो की बाललीलाओं का वर्णन
 
(चौपाई)
बालचरित हरि बहुबिधि कीन्हा । अति अनंद दासन्ह कहँ दीन्हा ॥
कछुक काल बीतें सब भाई । बड़े भए परिजन सुखदाई ॥१॥

चूड़ाकरन कीन्ह गुरु जाई । बिप्रन्ह पुनि दछिना बहु पाई ॥
परम मनोहर चरित अपारा । करत फिरत चारिउ सुकुमारा ॥२॥

मन क्रम बचन अगोचर जोई । दसरथ अजिर बिचर प्रभु सोई ॥
भोजन करत बोल जब राजा । नहिं आवत तजि बाल समाजा ॥३॥

कौसल्या जब बोलन जाई । ठुमकु ठुमकु प्रभु चलहिं पराई ॥
निगम नेति सिव अंत न पावा । ताहि धरै जननी हठि धावा ॥४॥

धूरस धूरि भरें तनु आए । भूपति बिहसि गोद बैठाए ॥५॥

(दोहा)
भोजन करत चपल चित इत उत अवसरु पाइ ।
भाजि चले किलकत मुख दधि ओदन लपटाइ ॥ २०३ ॥

*
MP3 Audio

*
 
કુંવરોની બાળલીલાઓનું વર્ણન
 
(દોહરો)         
બાલચરિત રઘુનંદને બહુવિધ પછી કર્યાં
અંતર આનંદે સકળ સેવકતણાં ભર્યાં.
 
અલ્પ સમયમાં બંધુ સૌ મોટા ગયા બની
સ્વજનોનો સુખ આપતાં લીલાથકી ઘણી.
 
મંડન સંસ્કારો કર્યા સૌને ગુરુવરે,
દક્ષિણા વળી મેળવી બહુવિધ વિપ્રવરે.
 
પરમ મનોહર બંધુ એ લીલાને કરતા
લાગ્યા સઘળે વિહરવા સુખ અક્ષય ધરતા.
 
મન કર્મ અને વચનથી અગોચર કહ્યા જે
દશરથના આંગણમહીં વિચરે પ્રભુજી તે.
 
ભોજનસમયે સ્નેહથી રાજા બોલાવે
ત્યારે સુહૃદસમાજને છોડી ના આવે.
 
કૌશલ્યાને દેખતાં કયાંયે ચાલ્યા જાય,
ત્યારે માતા પકડવા સત્વર ઉત્સુક થાય.
 
વેદ નેતિ શબ્દે કહે, પામે શિવ ના અંત,
પકડી કેમ શકાય એ, સમજી ન શકે સંત.
 
એ જ ધૂલિધૂસર તને આવે પ્રેમથકી
બેસાડે નૃપ ખોળલે ત્યારે ધન્ય બની.
 
ભોજન કરતાં ચપલ મન અવસર અલ્પ મળ્યે
દહીંભાતવાળા મુખે દોડી હાસ્ય કરે.