महाराजा जनक द्वारा विश्वामित्र का स्वागत
(चौपाई)
सुभग द्वार सब कुलिस कपाटा । भूप भीर नट मागध भाटा ॥
बनी बिसाल बाजि गज साला । हय गय रथ संकुल सब काला ॥१॥
सूर सचिव सेनप बहुतेरे । नृपगृह सरिस सदन सब केरे ॥
पुर बाहेर सर सारित समीपा । उतरे जहँ तहँ बिपुल महीपा ॥२॥
देखि अनूप एक अँवराई । सब सुपास सब भाँति सुहाई ॥
कौसिक कहेउ मोर मनु माना । इहाँ रहिअ रघुबीर सुजाना ॥३॥
भलेहिं नाथ कहि कृपानिकेता । उतरे तहँ मुनिबृंद समेता ॥
बिस्वामित्र महामुनि आए । समाचार मिथिलापति पाए ॥४॥
(दोहा)
संग सचिव सुचि भूरि भट भूसुर बर गुर ग्याति ।
चले मिलन मुनिनायकहि मुदित राउ एहि भाँति ॥ २१४ ॥
*
MP3 Audio
*
મહારાજા જનક વિશ્વામિત્રનું સ્વાગત કરે છે
રમ્ય પ્રાસાદકેરાં દ્વાર, વજ્ર જેવાં કઠોર કમાડ;
નૃપ ભાટ નટોની ભીડ માગધોની શમે ત્યાં પીડ.
અશ્વશાળા અને ગજશાળા મન મુગ્ધ કરે છે વિશાળા,
અશ્વ હસ્તિ ને રથે ભરેલી રહે સર્વકાળે ઉભરેલી.
શૂર સેનાપતિ ને સચિવ સૌનાં ધામ સુરમ્ય અતીવ,
સોહે રાજપ્રાસાદના જેવાં સાપડે સ્વર્ગમાંય ના એવાં.
ભાળી આંબાવાડી એક ન્યારી, આજ્ઞા કૌશિકની શિવ ધારી,
મુનિવૃંદ સાથે રહ્યા રામ રઘુનાથ કૃપાકેરા ધામ.
(દોહરો)
મહર્ષિ વિશ્વામિત્રના સુણી આગમનને
પ્રબંધ સ્વાગતનો કર્યો પ્રિય મિથિલાપતિએ.
શતાનંદ ગુરુ સચિવ ને શુચિ શૂર લઇ સંગ
વળી શ્રેષ્ઠ ભૂદેવને ધારી દિવ્ય ઉમંગ
મિથિલાપતિ મળવા ગયા સાદર મુનિવરને,
મનાવી રહ્યું પુર સકળ મંગલ ઉત્સવને.

