महाराजा जनक द्वारा विश्वामित्र का स्वागत
(चौपाई)
कीन्ह प्रनामु चरन धरि माथा । दीन्हि असीस मुदित मुनिनाथा ॥
बिप्रबृंद सब सादर बंदे । जानि भाग्य बड़ राउ अनंदे ॥१॥
कुसल प्रस्न कहि बारहिं बारा । बिस्वामित्र नृपहि बैठारा ॥
तेहि अवसर आए दोउ भाई । गए रहे देखन फुलवाई ॥२॥
स्याम गौर मृदु बयस किसोरा । लोचन सुखद बिस्व चित चोरा ॥
उठे सकल जब रघुपति आए । बिस्वामित्र निकट बैठाए ॥३॥
भए सब सुखी देखि दोउ भ्राता । बारि बिलोचन पुलकित गाता ॥
मूरति मधुर मनोहर देखी । भयउ बिदेहु बिदेहु बिसेषी ॥४॥
(दोहा)
प्रेम मगन मनु जानि नृपु करि बिबेकु धरि धीर ।
बोलेउ मुनि पद नाइ सिरु गदगद गिरा गभीर ॥ २१५ ॥
*
MP3 Audio
*
મહારાજા જનક વિશ્વામિત્રનું સ્વાગત કરે છે
મુનિપદમાં મૂકી શીશ પામ્યા મિથિલાપતિ આશિષ.
કર્યા વિપ્રવૃંદેય પ્રણામ, થયા પુલકિત નૃપના પ્રાણ.
વારંવાર પૂછયા સમાચાર, નૃપે ઉત્તર આપ્યા સાભાર;
ફૂલવાડીને પેખીને પ્યારે આવ્યા રામ ને લક્ષ્મણ ત્યારે.
શ્યામ ગૌર શરીર કિશોર સુકુમાર એ ચિત્તના ચોર
સુખ લોચનને ધરનારા શાંતિ આનંદને ભરનારા
વિશ્વામિત્રની પાસે વિરાજ્યા, સર્વે સુખી બન્યા વણમાગ્યા,
આંખે અશ્રુબિંદુ ઉભરાયા, તન રોમાંચિત થયાં સારાં.
મનોહર મધુરવી મૂર્તિ પામ્યા જોઇને નૂતન સ્ફુર્તિ,
થયા વિદેહ જનક વિદેહી થતાં ભાવનાકેરી પૂર્તિ.
(દોહરો)
પ્રેમમગન મન જાણતાં વિવેક ધૈર્ય ધરી
જનકે ગદગદ સ્વરે કહ્યું પુનઃ પ્રણામ કરી.

