Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम-लक्ष्मण को देखकर मिथिलावासीयों की प्रतिक्रिया
 
(चौपाई)
देखि राम छबि कोउ एक कहई । जोगु जानकिहि यह बरु अहई ॥
जौ सखि इन्हहि देख नरनाहू । पन परिहरि हठि करइ बिबाहू ॥१॥

कोउ कह ए भूपति पहिचाने । मुनि समेत सादर सनमाने ॥
सखि परंतु पनु राउ न तजई । बिधि बस हठि अबिबेकहि भजई ॥२॥

कोउ कह जौं भल अहइ बिधाता । सब कहँ सुनिअ उचित फलदाता ॥
तौ जानकिहि मिलिहि बरु एहू । नाहिन आलि इहाँ संदेहू ॥३॥

जौ बिधि बस अस बनै सँजोगू । तौ कृतकृत्य होइ सब लोगू ॥
सखि हमरें आरति अति तातें । कबहुँक ए आवहिं एहि नातें ॥४॥

(दोहा)
नाहिं त हम कहुँ सुनहु सखि इन्ह कर दरसनु दूरि ।
यह संघटु तब होइ जब पुन्य पुराकृत भूरि ॥ २२२ ॥

*
MP3 Audio

*
 
રામ-લક્ષ્મણના દર્શનની પ્રતિક્રિયા
 
દેખી રામના મુખની કાંતિ પામી સુંદરી કોઇક શાંતિ
બોલી યોગ્ય વૈદેહી માટે વર મોક્લ્યા વિશ્વના નાથે.
 
મિથિલેશ જો આને નિહાળે પણ પોતાનું તો ના પાળે,
હટપૂર્વક કરે વિવાહ, છોડે અન્ય અંતરની ચાહ.
 
કહ્યું કોઇએ, આમને જાણ્યા નૃપે ક્યારના પૂર્ણ પ્રમાણ્યા,
મુનિસાથ કર્યું સન્માન આપી સૌથી વધારે ધ્યાન.
 
કિન્તુ ત્યાગી પ્રતિજ્ઞા હજુ ના, અવિવેકની વૃત્તિ હઠી ના,
તોય પામશે સીતા સુફળ વિધાતાની કૃપાથી આ વર.
 
દૈવ સંયોગ એવો કરે જો પ્રજા સઘળી કૃતાર્થ બને તો,
પછી રામ કદી અહીં આવે, મને કલ્પના એ બહુ ભાવે.
 
(દોહરો)         
દર્શન દુર્લભ ઉભયનું દેવોનેય ગણાય,
પુણ્ય પૂર્વનાં હોય તો એવો યોગ પમાય.