उपवन में सीता का सखीओं के साथ आगमन
(चौपाई)
चहुँ दिसि चितइ पूँछि मालिगन । लगे लेन दल फूल मुदित मन ॥
तेहि अवसर सीता तहँ आई । गिरिजा पूजन जननि पठाई ॥१॥
संग सखीं सब सुभग सयानी । गावहिं गीत मनोहर बानी ॥
सर समीप गिरिजा गृह सोहा । बरनि न जाइ देखि मनु मोहा ॥२॥
मज्जनु करि सर सखिन्ह समेता । गई मुदित मन गौरि निकेता ॥
पूजा कीन्हि अधिक अनुरागा । निज अनुरूप सुभग बरु मागा ॥३॥
एक सखी सिय संगु बिहाई । गई रही देखन फुलवाई ॥
तेहि दोउ बंधु बिलोके जाई । प्रेम बिबस सीता पहिं आई ॥४॥
(दोहा)
तासु दसा देखि सखिन्ह पुलक गात जलु नैन ।
कहु कारनु निज हरष कर पूछहि सब मृदु बैन ॥ २२८ ॥
*
MP3 Audio
*
સીતા ઉપવનમાં સખીઓ સાથે આવે છે
કરી પ્રસન્ન સકળ માળીગણ, લેવા લાગ્યા ફૂલ મુદિતમન.
સીતા તે સમયે ત્યાં આવી સ્વર્ણપાત્ર પૂજાનું લાવી.
સંગ સખી સૌ સુંદર શાંત ગાતી સુમધુર સ્વરથી ગાન;
સરોવરમાંહી સ્નાન કર્યું તનમનઅંતર એથી ઠર્યું.
સરવરની છેક હતું પાસ પાર્વતીતણું મંદિર ખાસ,
વર્ણન એનું કેમ કરાય, જોતાંવેંત જ ચિત્ત ધરાય.
પ્રસન્ન મનથી મંદિરમાં પૂજા કરી પ્રણયથી ત્યાં
નિજ અનુરૂપ સુભગ ગુણવાન પતિની કરી કામના પ્રાણ.
સખી એક સૌને ત્યાગી બનતાં જાણે બડભાગી
પુષ્પવાટિકા તરફ ગઇ જોતાંવેંત જ મુગ્ધ થઇ.
જોયાં લક્ષ્મણ તેમજ રામ એક ગૌર ને બીજા શ્યામ,
સીતા પાસે સત્વર આવી સુખમય સમાચાર લાવી.
(દોહરો)
રોમાંચ તને નેત્રમાં જોયું સૌએ નીર;
કારણ એના હર્ષનું સમજાયું ન લગીર.
પૂછયું કારણ એહની દશા અકળ જોઇ
ત્યારે એણે ભાવથી કહ્યું અશ્રુ લોઇ.

