Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम का अनुपम सौंदर्य
 
(चौपाई)
सोभा सीवँ सुभग दोउ बीरा । नील पीत जलजाभ सरीरा ॥
मोरपंख सिर सोहत नीके । गुच्छ बीच बिच कुसुम कली के ॥१॥

भाल तिलक श्रमबिंदु सुहाए । श्रवन सुभग भूषन छबि छाए ॥
बिकट भृकुटि कच घूघरवारे । नव सरोज लोचन रतनारे ॥२॥

चारु चिबुक नासिका कपोला । हास बिलास लेत मनु मोला ॥
मुखछबि कहि न जाइ मोहि पाहीं । जो बिलोकि बहु काम लजाहीं ॥३॥

उर मनि माल कंबु कल गीवा । काम कलभ कर भुज बलसींवा ॥
सुमन समेत बाम कर दोना । सावँर कुअँर सखी सुठि लोना ॥४॥

(दोहा)
केहरि कटि पट पीत धर सुषमा सील निधान ।
देखि भानुकुलभूषनहि बिसरा सखिन्ह अपान ॥ २३३ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામનું અનુપમ સૌંદર્ય
 
શોભાધામ હતા બંને વીર, કાંતિ કમળશી પીત ને નીલ.
મોરપંખ શિરે ચારુ સોહે, વચ્ચે કુસુમકળી મન મોહે.
 
ભાલે તિલક ને પ્રસ્વેદબિંદુ, કર્ણે ભૂષણ શોભાસિંધુ.
વક્ર ભ્રમર ને વાંકા કેશ, લાલ નૂતન કમળશાં નેત્ર.
 
ચારુ નાસિકા ચિબુક કપોલ, હરે હાસ હૈયાને લોલ;
શોભા મુખની કહી ના જાય, જોઇ કામ અનેક લજાય.
 
હૈયે સોહે મણિની માળ, ગ્રીવા શંખ સમાન રસાળ;
ભુજા સંમોહન શક્તિશાળી, વામ કરમાં ફૂલો માળ ન્યારી.
 
(દોહરો)          
કટિ તનુ સિંહસમી વળી પીતાંબરધારી,
શ્રીગુણના ભંડારશા મધુ મંગલકારી
 
રઘુકુળભૂષણ રામને જોતાંવેંત સખી
પોતાને ભૂલી ગઇ બનતાં મુગ્ધ ઘડી.