Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सभामंडप में लोगों ने श्रीराम को जीत का दावेदार माना
 
(चौपाई)
प्रभुहि देखि सब नृप हिँयँ हारे । जनु राकेस उदय भएँ तारे ॥
असि प्रतीति सब के मन माहीं । राम चाप तोरब सक नाहीं ॥१॥

बिनु भंजेहुँ भव धनुषु बिसाला । मेलिहि सीय राम उर माला ॥
अस बिचारि गवनहु घर भाई । जसु प्रतापु बलु तेजु गवाँई ॥२॥

बिहसे अपर भूप सुनि बानी । जे अबिबेक अंध अभिमानी ॥
तोरेहुँ धनुषु ब्याहु अवगाहा । बिनु तोरें को कुअँरि बिआहा ॥३॥

एक बार कालउ किन होऊ । सिय हित समर जितब हम सोऊ ॥
यह सुनि अवर महिप मुसकाने । धरमसील हरिभगत सयाने ॥४॥

(सोरठा)
सीय बिआहबि राम गरब दूरि करि नृपन्ह के ॥
जीति को सक संग्राम दसरथ के रन बाँकुरे ॥ २४५ ॥

*
MP3 Audio

*
 
સભામંડપના લોકો રામ વિજયી થશે એવી વાતો કરે છે
 
પ્રભુ પેખી બધા નૃપ હાર્યા જેમ પૂર્ણેન્દુ પ્રગટયે તારા;
સૌના મનમાં થયો વિશ્વાસ થશે સફળ ન આપણી આશ,
ધનુ તોડશે રાઘવ સાચે, ચિત્ત ભ્રમણામાં ના રાચે.
 
રઘુનંદન કંઠમાં માળા સીતા સ્નેહે આરોપશે ન્યારા
શિવધનુષ તૂટયા પહેલાં, માનો મારાં વચનો કહેલાં.
 
યશ વીર્ય ને તેજ પ્રતાપ ખોઇ ભોગવતાં અભિશાપ
લઇ મનના મનોરથ મનમાં ચાલો પોત પોતાના ઘરમાં.
 
અવિવેકી અજ્ઞાની માની હસી બોલ્યા બીજા નૃપ વાણી,
ધનુ તોડે કોઇ કરી ચાહ તોય કઠિન ખરે જ વિવાહ,
ધનુ તોડયા વિના સુકુમારી પામી કોણ શકે તો ન્યારી.
 
હોય કાળ ન કેમ કરાળ સીતા માટે કરીશું ના વાર,
યુદ્ધે જીતી લઇશું એને સુકુમારી વરીશું કેમે.
 
ધર્મપ્રેમી પ્રભુભક્ત શાણા, સુણી શબ્દોના તાણાવાણા,
લાગ્યા હસવા રાજવી અન્ય બોલી વચનો ધન્ય ધન્ય.
 
(દોહરો)           
દર્પ દૂર નૃપનો કરી કરશે રામ વિવાહ,
દશરથસુતને જીતવા કોનામાં ઉત્સાહ.