Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

स्वयंवर मंडप में सीता राम को देखती है
 
(चौपाई)
चलिं संग लै सखीं सयानी । गावत गीत मनोहर बानी ॥
सोह नवल तनु सुंदर सारी । जगत जननि अतुलित छबि भारी ॥१॥

भूषन सकल सुदेस सुहाए । अंग अंग रचि सखिन्ह बनाए ॥
रंगभूमि जब सिय पगु धारी । देखि रूप मोहे नर नारी ॥२॥

हरषि सुरन्ह दुंदुभीं बजाई । बरषि प्रसून अपछरा गाई ॥
पानि सरोज सोह जयमाला । अवचट चितए सकल भुआला ॥३॥

सीय चकित चित रामहि चाहा । भए मोहबस सब नरनाहा ॥
मुनि समीप देखे दोउ भाई । लगे ललकि लोचन निधि पाई ॥४॥

(दोहा)
गुरजन लाज समाजु बड़ देखि सीय सकुचानि ॥
लागि बिलोकन सखिन्ह तन रघुबीरहि उर आनि ॥ २४८ ॥

*
MP3 Audio

*
 
સીતા રામને નિહાળે છે
 
સીતા સાથ સખીરી શાણી ચાલી મનહર વદતી વાણી;
સુંદર સાડી સુભગ શરીરે, જગજનની ચાલે ધીરે.
 
શોભા અતુલિત અનુપમ એવી પૃથ્વીપટ પર પ્રગટી દેવી;
અંગપ્રત્યંગે આભૂષણ, નવ દેખાય કોઇ દૂષણ.
 
રંગભૂમિમાં સીતા પધારી, જોઇ રૂપ મોહ્યાં નરનારી;
બન્યાં દર્શનમાત્રથી મુગ્ધ, બન્યાં કોઇક શુદ્ધ પ્રબુદ્ધ.
 
દેવતાએ વાદ્યોને વગાડ્યાં, ગીત અપ્સરાઓએ જગાડ્યા;
પુષ્પવૃષ્ટિ કરીને પ્રેમે ભક્તિભાવ દર્શાવ્યો કેમે.
 
સોહે હાથમહીં જયમાળા આંખે ગંગાયમુનાની ધારા;
જોવા લાગ્યા બનીને ચકિત, સૌએ વિચાર્યું સૌને ઘટિત.
 
સીતા ચકિતચિત્તે લાગી જોવા રામને જોઇને ભાન ખોવા;
મુનિ પાસ વિરાજેલા જોયા, ભાવો પ્રેમરસે બધા ધોયા.
જૂનો જાણે ખજાનો લાધ્યો, સ્થિર નેત્ર થયાં, સ્નેહ વાધ્યો.
 
(દોહરો)           
ગુરુની ઉપસ્થિતિ વળી જનસમાજ સુવિશાળ,
જોઇ સીતાને થયો પણ સંકોચ લગાર.
 
રઘુવરને રાખી હૃદય સખી તરફ જોયું,
લાગ્યું સીતાને કશું જાણે કે ખોયું.