कई राजा शिवधनुष्य उठाने में नाकामियाब
(चौपाई)
नृप भुजबल बिधु सिवधनु राहू । गरुअ कठोर बिदित सब काहू ॥
रावनु बानु महाभट भारे । देखि सरासन गवँहिं सिधारे ॥१॥
सोइ पुरारि कोदंडु कठोरा । राज समाज आजु जोइ तोरा ॥
त्रिभुवन जय समेत बैदेही ॥ बिनहिं बिचार बरइ हठि तेही ॥२॥
सुनि पन सकल भूप अभिलाषे । भटमानी अतिसय मन माखे ॥
परिकर बाँधि उठे अकुलाई । चले इष्टदेवन्ह सिर नाई ॥३॥
तमकि ताकि तकि सिवधनु धरहीं । उठइ न कोटि भाँति बलु करहीं ॥
जिन्ह के कछु बिचारु मन माहीं । चाप समीप महीप न जाहीं ॥४॥
(दोहा)
तमकि धरहिं धनु मूढ़ नृप उठइ न चलहिं लजाइ ।
मनहुँ पाइ भट बाहुबलु अधिकु अधिकु गरुआइ ॥ २५० ॥
*
MP3 Audio
*
રાજાઓ શિવનું ધનુષ્ય ઉચકવામાં અસમર્થ નીવડે છે
નૃપભુજબળ ચંદ્ર છે ચારુ, ધનુ શંકરકેરું રાહુ,
એ છે ભારે પ્રબળ કઠોર, જામે દર્શક ચારે કોર.
રાવણ બાણાસુર સમા વીર આવ્યા ધનુષ પાસે અધીર,
જોતાંવેંત એને ગયા પાછા સ્પર્શવાની કરી ના આશા.
શિવધનુષ્ય આજે કઠોર તોડી દેશે કરીને શોર
ત્રિભુવનના વિજયી એને સીતા વરશે સત્વર સ્નેહે.
વીરતાના અભિમાની ભૂપ સુણી શબ્દો રહ્યા ના ચૂપ;
ઊઠ્યા કમર કસી અકળાઇ ઇષ્ટદેવને શીશ નમાવી.
આવી આવેશમાં ધનુ જોયું એને ઉઠાવવા બળ ખોયું,
તોય હાલી શક્યું ના અલ્પ, એની શક્તિ હતી ના સ્વલ્પ.
(દોહરો)
વિવેકવાન ગયા નહીં ધનુષ્યની પાસે;
શરમાઇ ચાલ્યા ગયા આવેલા આશે.
વીરોનું બળ પામતાં અધિકાધિક ભારે
થતું ગયું ધનુ શંભુનું, કોણ કહો ધારે ?

