राम धनुभंग के लिए चले तब उपस्थित लोगों की मनोस्थिति
(चौपाई)
दिसकुंजरहु कमठ अहि कोला । धरहु धरनि धरि धीर न डोला ॥
रामु चहहिं संकर धनु तोरा । होहु सजग सुनि आयसु मोरा ॥१॥
चाप सपीप रामु जब आए । नर नारिन्ह सुर सुकृत मनाए ॥
सब कर संसउ अरु अग्यानू । मंद महीपन्ह कर अभिमानू ॥२॥
भृगुपति केरि गरब गरुआई । सुर मुनिबरन्ह केरि कदराई ॥
सिय कर सोचु जनक पछितावा । रानिन्ह कर दारुन दुख दावा ॥३॥
संभुचाप बड बोहितु पाई । चढे जाइ सब संगु बनाई ॥
राम बाहुबल सिंधु अपारू । चहत पारु नहि कोउ कड़हारू ॥४॥
(दोहा)
राम बिलोके लोग सब चित्र लिखे से देखि ।
चितई सीय कृपायतन जानी बिकल बिसेषि ॥ २६० ॥
*
MP3 Audio
*
રામને નિહાળતાં દર્શકોનો મનની સ્થિતિ
(દોહરો)
દશિકુંજર હે કમઠ હે વરાહ તેમજ શેષ
ધરતીને ધીરજ ધરી ધારો બળે અશેષ
જેથી હાલે તે નહીં વચન સુણો મારાં,
શિવધનુષ્યને તોડવા રામ ચહે ન્યારાં.
*
રામ ચાપ સમીપ પધાર્યા ત્યારે દર્શકે દેવ સંભાર્યા,
પુણ્યકર્મ કર્યાં નિજ યાદ, ટળી ગયો સૌનો અવસાદ.
શંકા સૌની સૌનું અજ્ઞાન, મહીપતિતણું અભિમાન
ગોર દેવતાકેરો ગર્વ, કલૈબ્ય ઋષિમુનિઓનું સર્વ,
જનકનો બધો પશ્ચાત્તાપ, વિપરીત વૈદેહી વિષાદ,
વળી દારુણ દુઃખ દાવાનળ રાજરાણી વ્યથા વડવાનળ,
સર્વ નૌકા શંકરધનુ કેરી પામી નિશ્ચિંતતાને અનેરી
જઇ એની ઉપર વિરાજ્યાં, રઘુવરને નિહાળી લાજ્યાં.
રામશક્તિસાગરનો પાર બેઠાં પામવા કરી નિરધાર
કિન્તુ સફળ થયાં ના કોઇ શક્યાં નાવિકને ના જોઇ.
(દોહરો)
ચિત્રાંકિતશા દર્શકો દેખી રામ રહ્યાં;
સીતા વ્યાકુળ દેખતાં રઘુવર આર્ત થયા.

