if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम द्वारा आसानी से शिवधनुष्य भंग
 
(चौपाई)
देखी बिपुल बिकल बैदेही । निमिष बिहात कलप सम तेही ॥
तृषित बारि बिनु जो तनु त्यागा । मुएँ करइ का सुधा तड़ागा ॥१॥

का बरषा सब कृषी सुखानें । समय चुकें पुनि का पछितानें ॥
अस जियँ जानि जानकी देखी । प्रभु पुलके लखि प्रीति बिसेषी ॥२॥

गुरहि प्रनामु मनहि मन कीन्हा । अति लाघवँ उठाइ धनु लीन्हा ॥
दमकेउ दामिनि जिमि जब लयऊ । पुनि नभ धनु मंडल सम भयऊ ॥३॥

लेत चढ़ावत खैंचत गाढ़ें । काहुँ न लखा देख सबु ठाढ़ें ॥
तेहि छन राम मध्य धनु तोरा । भरे भुवन धुनि घोर कठोरा ॥४॥

(छंद)
भरे भुवन घोर कठोर रव रबि बाजि तजि मारगु चले ।
चिक्करहिं दिग्गज डोल महि अहि कोल कूरुम कलमले ॥
सुर असुर मुनि कर कान दीन्हें सकल बिकल बिचारहीं ।
कोदंड खंडेउ राम तुलसी जयति बचन उचारही ॥

(सोरठा)
संकर चापु जहाजु सागरु रघुबर बाहुबलु ।
बूड़ सो सकल समाजु चढ़ा जो प्रथमहिं मोह बस ॥ २६१ ॥

*
MP3 Audio

*
 
સરળતાથી ધનુષ તોડતાં શ્રીરામ
 
દેખી સીતાને વ્યાકુળ ખૂબ ક્ષણ કલ્પશી વીતી અખૂટ;
મરે વારિ વિના જો તૃષાર્ત પછી મળતાં શું સુધાતડાગ !
 
કૃષિ સુકાયે શું વરસાદ, કાળ વીત્યે શું પશ્ચાત્તાપ;
એવું સમજી સીતા પ્રતિ જોયું, પ્રીતિ પેખી અધિક મન મોહ્યું.
 
કર્યા ગુરુને પ્રણામ મનોમન, ધનુને ઉપાડી લીધું તત્ક્ષણ;
ચાપ ચપલાની પેઠે ચમક્યું વ્યોમે તેજમંડળશું દમક્યું.
 
લીધું સાંધ્યું ખેંચ્યું ચાપ સર્વ એથી રહ્યા અજ્ઞાત;
રામ ઊભા રહેલા જોયા, દર્શકોનાં મધુર મન મોહ્યાં.
 
રામે ચાપને વચ્ચેથી તોડ્યું, જાણે શસ્ત્ર સંહારક છોડયું
એવો સઘળે થઇ રહ્યો શોર ભય પેદા કરીને કઠોર.
 
(છંદ)
એના કઠોર અવાજથી લાગી ધરિત્રી હાલવા,
અશ્વો સૂરજના માર્ગ મૂકી વિપથ લાગ્યા ચાલવા;
ખળભળ્યું જગ, હાથી દિશાના સર્વ ચિત્કારી કહ્યા,
સુર અસુર મુનિએ શ્રવણ બંધ કર્યા, જન પડ્યા ભ્રાંતિમાં.
 
સૌને પ્રતીતિ થઇ ગઇ કે ચાપ તોડયું રઘુવરે
ત્યારે કર્યા જયકાર સૌએ દિવ્ય અભિનંદન સ્વરે.
 
(દોહરો)              
શંકરચાપ જહાજ, રામ બાહુબળ સાગર,
ડૂબ્યો સકળ સમાજ ચઢયો પ્રથમ જે મોહવશ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.