Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मिथिला में आनंदोत्सव
 
(चौपाई)
पुर अरु ब्योम बाजने बाजे । खल भए मलिन साधु सब राजे ॥
सुर किंनर नर नाग मुनीसा । जय जय जय कहि देहिं असीसा ॥१॥

नाचहिं गावहिं बिबुध बधूटीं । बार बार कुसुमांजलि छूटीं ॥
जहँ तहँ बिप्र बेदधुनि करहीं । बंदी बिरदावलि उच्चरहीं ॥२॥

महि पाताल नाक जसु ब्यापा । राम बरी सिय भंजेउ चापा ॥
करहिं आरती पुर नर नारी । देहिं निछावरि बित्त बिसारी ॥३॥

सोहति सीय राम कै जौरी । छबि सिंगारु मनहुँ एक ठोरी ॥
सखीं कहहिं प्रभुपद गहु सीता । करति न चरन परस अति भीता ॥४॥

(दोहा)
गौतम तिय गति सुरति करि नहिं परसति पग पानि ।
मन बिहसे रघुबंसमनि प्रीति अलौकिक जानि ॥ २६५ ॥

*
MP3 Audio

*
 
સમગ્ર મિથિલામાં આનંદોત્સવ
 
વાગ્યા સઘળે વાદ્ય અપાર, પ્રસન્નતાનો રહ્યો ન પાર,
શઠનાં અંતર થયાં ઉદાસ, પરંતુ જે પામેલ પ્રકાશ
 
સુરનર કિન્નર નાગ મુનીશ જય જય જય પ્રભુ કરુણાધીશ
બોલી પામી પ્રેમપ્રસાદ અર્પી રહ્યા શુભાશીર્વાદ.
 
નૃત્યગાન કરવા લાગી દેવાંગના સકળ રાગી
અર્પણ કરતાં પાવન પુષ્પ વ્યકત કરી આનંદ અનૂપ.
પંડિત બોલ્યા વેદધ્વનિ બંદી બિરદાવલી ઘણી.
 
પૃથ્વી સ્વર્ગ તથા પાતાળ બ્રહ્માંડમહીં શીઘ્ર વિશાળ
એ પ્રસંગનો થયો પ્રસાર પલટાયો જાણે કે કાળ.
નરનારીએ કરી આરતી કર્યાં દાન બનતાં સમુદાર.
 
સુંદરતા તેમજ શૃંગાર થયાં એકઠાં કરતાં પ્યાર
જોડી રામ તથા સીતાની સોહે એવી સુખદ રસાળ.
 
(દોહરો)              
ગૌતમનારીને સ્મરી ચરણસ્પર્શ ન કર્યો
કથા સાંભળી મુક્તિની ભયનો ભાવ ભર્યો.
 
રઘુનંદન મનમાં હસ્યા સીતાની ત્યારે
પ્રીત પૂર્ણ નિર્દોષતા વિચારતાં ભારે.