महाराजा जनक विश्वामित्र का आभार मानते है
(चौपाई)
अति गहगहे बाजने बाजे । सबहिं मनोहर मंगल साजे ॥
जूथ जूथ मिलि सुमुख सुनयनीं । करहिं गान कल कोकिलबयनी ॥१॥
सुखु बिदेह कर बरनि न जाई । जन्मदरिद्र मनहुँ निधि पाई ॥
गत त्रास भइ सीय सुखारी । जनु बिधु उदयँ चकोरकुमारी ॥२॥
जनक कीन्ह कौसिकहि प्रनामा । प्रभु प्रसाद धनु भंजेउ रामा ॥
मोहि कृतकृत्य कीन्ह दुहुँ भाईं । अब जो उचित सो कहिअ गोसाई ॥३॥
कह मुनि सुनु नरनाथ प्रबीना । रहा बिबाहु चाप आधीना ॥
टूटतहीं धनु भयउ बिबाहू । सुर नर नाग बिदित सब काहु ॥४॥
(दोहा)
तदपि जाइ तुम्ह करहु अब जथा बंस ब्यवहारु ।
बूझि बिप्र कुलबृद्ध गुर बेद बिदित आचारु ॥ २८६ ॥
*
MP3 Audio
*
મહારાજા જનક વિશ્વામિત્ર મુનિનો આભાર માને છે
ગડગડ કરી વાગ્યાં વાજાં, સુખસાગરમાં ડૂબ્યા રાજા.
જન્મદરિદ્રે ધનભંડાર જામે મેળવી લીધો અપાર.
એવો આનંદ અંતરે વ્યાપ્યો; હર્ષ સીતાનેયે વણમાપ્યો,
થયો; ચંદ્રના ઉદયે ચકોરી સમી સુખી બની એ કિશોરી.
સજ્યા મનહર મંગલ સાજ સૌએ કરતાં જયકાર અવાજ;
સુલોચના સુવદના સન્નારી મધુ કોયલના સ્વરવાળી
ટોળે મળી ગાવા ગાન કરતાં પ્રેમે પીયૂષનું પાન.
કરી કૌશિકમુનિને પ્રણામ બોલ્યા જનક કૃપાથી તમામ
થયું કાર્યસાફલ્ય મહારું, ઋણ કેમ તમારું વાળું ?
રામે ધનુને કૃપાથી તોડ્યું ભાગ્ય આજે મારી સાથે જોડ્યું,
કર્યો મુજને પરમ કૃતાર્થ, મારે માટે આવ્યા બંને ભ્રાત.
હવે યોગ્ય લાગે તે જણાવો, લેવો ઘટે છે અનુપમ લ્હાવો.
ત્યારે મુનિએ કહ્યું સુણો રાજ, પૂરું થઇ ગયું બધું કાજ.
હતો ધનુને અધીન વિવાહ, ધનુ તૂટયે સંતોષાઇ ચાહ.
દેવ માનવે સૌએ જાણ્યું કાર્ય વિવાહનું પૂર્ણ માન્યું.
(દોહરો)
તોપણ કુળવ્યવહારને અનુસરતાં વ્યવહાર
પૂછી ગુરુવરને કરો વેદવિહિત આચાર.

