महाराजा जनक ने अयोध्या दूत भेजा
(चौपाई)
दूत अवधपुर पठवहु जाई । आनहिं नृप दसरथहि बोलाई ॥
मुदित राउ कहि भलेहिं कृपाला । पठए दूत बोलि तेहि काला ॥१॥
बहुरि महाजन सकल बोलाए । आइ सबन्हि सादर सिर नाए ॥
हाट बाट मंदिर सुरबासा । नगरु सँवारहु चारिहुँ पासा ॥२॥
हरषि चले निज निज गृह आए । पुनि परिचारक बोलि पठाए ॥
रचहु बिचित्र बितान बनाई । सिर धरि बचन चले सचु पाई ॥३॥
पठए बोलि गुनी तिन्ह नाना । जे बितान बिधि कुसल सुजाना ॥
बिधिहि बंदि तिन्ह कीन्ह अरंभा । बिरचे कनक कदलि के खंभा ॥४॥
(दोहा)
हरित मनिन्ह के पत्र फल पदुमराग के फूल ।
रचना देखि बिचित्र अति मनु बिरंचि कर भूल ॥ २८७ ॥
*
MP3 Audio
*
દશરથ રાજાને સમાચાર પહોંચાડવા દૂત મોકલાયા
(દોહરો)
દૂત અવધપુર પાઠવો દશરથને માટે;
મિથિલાપતિએ મોકલ્યા દૂત એ જ કાજે.
મહાજનોને નગરના બોલાવ્યા સપ્રેમ
કહ્યું નગર શણગારવા રાખી ઉત્સવ નેમ.
પરિચારકને મંડપો કરવા કાજ કહ્યું,
શિરોધાર્ય આજ્ઞા ગણી સુખ સૌએય લહ્યું.
કળાકારને પણ કહ્યું કરવા દિવ્ય વિતાન;
બ્રહ્માને વંદી સુખે આરંભીને કામ
કનક કદલિના સ્તંભને કર્યા પછી તૈયાર,
રચી એમણે અવનવી સૃષ્ટિ સદ્ય રસાળ.
લીલા મણિનાં પત્રફળ માણેકતણાં ફૂલ,
દેખી રચનાને બન્યું બ્રહ્મામન મશગૂલ.

