मिथिला में शादी की तैयारीयाँ शुरू
(चौपाई)
बेनि हरित मनिमय सब कीन्हे । सरल सपरब परहिं नहिं चीन्हे ॥
कनक कलित अहिबेल बनाई । लखि नहि परइ सपरन सुहाई ॥१॥
तेहि के रचि पचि बंध बनाए । बिच बिच मुकता दाम सुहाए ॥
मानिक मरकत कुलिस पिरोजा । चीरि कोरि पचि रचे सरोजा ॥२॥
किए भृंग बहुरंग बिहंगा । गुंजहिं कूजहिं पवन प्रसंगा ॥
सुर प्रतिमा खंभन गढ़ी काढ़ी । मंगल द्रब्य लिएँ सब ठाढ़ी ॥३॥
चौंकें भाँति अनेक पुराईं । सिंधुर मनिमय सहज सुहाई ॥४॥
(दोहा)
सौरभ पल्लव सुभग सुठि किए नीलमनि कोरि ॥
हेम बौर मरकत घवरि लसत पाटमय डोरि ॥ २८८ ॥
*
MP3 Audio
*
મિથિલામાં લગ્નની તૈયારીઓ શરૂ
કર્યા હરિત મણિના વાંસ ગાંઠવાળા ને સીધા ખાસ;
કરી સુવર્ણ નાગરવેલ ચારુ ઓળખવી ના સહેલ.
એની રચનાથી સૂત્ર બનાવ્યાં, વચ્ચે મૌક્તિક મધુર સજાવ્યાં;
હીરા માણેક પાનાં પીરોજ વીંધી કોતરી કર્યાં સરોજ.
કર્યા ભૃંગ બહુરંગ વિહંગ ગૂંજે કૂજે જે પવનપ્રસંગ;
સર્વ મંગલદ્રવ્ય સહિત ઘડી દેવની પ્રતિમા પુનિત.
સ્તંભે પ્રતિમાની સાથે ચોક પૂર્યા ગજમૌક્તિકના ગોખ,
એની સુંદરતાનાં વખાણ શિલ્પકળાનાં શે કરે વાણ.
(દોહરો)
કોરી સુંદર નીલમણિ કર્યાં આમ્રદ્રુમપાન
હેમમહોર રચ્યા વળી ખેંચે સત્વર ધ્યાન.
લીલા મણિમાંથી કર્યા ફળના ગુચ્છ અનેક
બાંધ્યા રેશમદોરથી ચિત્તાકર્ષક છેક.

