Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लग्न का वर्णन
 
(चौपाई)
बहुरि कीन्ह कोसलपति पूजा । जानि ईस सम भाउ न दूजा ॥
कीन्ह जोरि कर बिनय बड़ाई । कहि निज भाग्य बिभव बहुताई ॥१॥

पूजे भूपति सकल बराती । समधि सम सादर सब भाँती ॥
आसन उचित दिए सब काहू । कहौं काह मूख एक उछाहू ॥२॥

सकल बरात जनक सनमानी । दान मान बिनती बर बानी ॥
बिधि हरि हरु दिसिपति दिनराऊ । जे जानहिं रघुबीर प्रभाऊ ॥३॥

कपट बिप्र बर बेष बनाएँ । कौतुक देखहिं अति सचु पाएँ ॥
पूजे जनक देव सम जानें । दिए सुआसन बिनु पहिचानें ॥४॥

(छंद)
पहिचान को केहि जान सबहिं अपान सुधि भोरी भई ।
आनंद कंदु बिलोकि दूलहु उभय दिसि आनँद मई ॥
सुर लखे राम सुजान पूजे मानसिक आसन दए ।
अवलोकि सीलु सुभाउ प्रभु को बिबुध मन प्रमुदित भए ॥

(दोहा)
रामचंद्र मुख चंद्र छबि लोचन चारु चकोर ।
करत पान सादर सकल प्रेमु प्रमोदु न थोर ॥ ३२१ ॥

*
MP3 Audio

*
 
લગ્નનું વર્ણન
 
કરી પૂજા કોશલપતિકેરી માનીને પ્રીતે અનેરી;
કહ્યું વૈભવ ભાગ્ય વિસ્તાર થયો તમારે લીધે અપાર.
 
પૂજી અર્પ્યાં જાનૈયાને આસન, કર્યો વિવેક શોકવિનાશન;
દાન માન વિનય ને વાણી થકી જાન સકળ સનમાની.
 
બ્રહ્મા વિષ્ણુ શિવ સૂર્ય દિગ્પાલ છદ્મવેશે વિરાજ્યા તે કાળ
પૂજ્ય જનકે અજ્ઞાત છતાંયે કરી આદર બેસાડયા ભાવે.
 
રામે ઓળખી એમને લીધા, થઇ એમના મનમાં દ્વિધા;
કરી માનસપૂજા પ્રેમે, થયા દેવતા સંતુષ્ટ રે'મે.
 
(દોહરો)          
રામચંદ્ર મુખચંદ્ર રસ, લોચન ચારુ ચકોર
સાદર પાન કરી રહ્યાં, પ્રમોદ એનો ઓર.