if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लग्न का वर्णन
 
(चौपाई)
जसि रघुबीर ब्याह बिधि बरनी । सकल कुअँर ब्याहे तेहिं करनी ॥
कहि न जाइ कछु दाइज भूरी । रहा कनक मनि मंडपु पूरी ॥१॥

कंबल बसन बिचित्र पटोरे । भाँति भाँति बहु मोल न थोरे ॥
गज रथ तुरग दास अरु दासी । धेनु अलंकृत कामदुहा सी ॥२॥

बस्तु अनेक करिअ किमि लेखा । कहि न जाइ जानहिं जिन्ह देखा ॥
लोकपाल अवलोकि सिहाने । लीन्ह अवधपति सबु सुखु माने ॥३॥

दीन्ह जाचकन्हि जो जेहि भावा । उबरा सो जनवासेहिं आवा ॥
तब कर जोरि जनकु मृदु बानी । बोले सब बरात सनमानी ॥४॥

(छंद)
सनमानि सकल बरात आदर दान बिनय बड़ाइ कै ।
प्रमुदित महा मुनि बृंद बंदे पूजि प्रेम लड़ाइ कै ॥
सिरु नाइ देव मनाइ सब सन कहत कर संपुट किएँ ।
सुर साधु चाहत भाउ सिंधु कि तोष जल अंजलि दिएँ ॥ १ ॥

कर जोरि जनकु बहोरि बंधु समेत कोसलराय सों ।
बोले मनोहर बयन सानि सनेह सील सुभाय सों ॥
संबंध राजन रावरें हम बड़े अब सब बिधि भए ।
एहि राज साज समेत सेवक जानिबे बिनु गथ लए ॥ २ ॥

ए दारिका परिचारिका करि पालिबीं करुना नई ।
अपराधु छमिबो बोलि पठए बहुत हौं ढीट्यो कई ॥
पुनि भानुकुलभूषन सकल सनमान निधि समधी किए ।
कहि जाति नहिं बिनती परस्पर प्रेम परिपूरन हिए ॥ ३ ॥

बृंदारका गन सुमन बरिसहिं राउ जनवासेहि चले ।
दुंदुभी जय धुनि बेद धुनि नभ नगर कौतूहल भले ॥
तब सखीं मंगल गान करत मुनीस आयसु पाइ कै ।
दूलह दुलहिनिन्ह सहित सुंदरि चलीं कोहबर ल्याइ कै ॥ ४ ॥

(दोहा)
पुनि पुनि रामहि चितव सिय सकुचति मनु सकुचै न ।
हरत मनोहर मीन छबि प्रेम पिआसे नैन ॥ ३२६ ॥

*
MP3 Audio

*
 
લગ્નનું વર્ણન
 
(છંદ)
શ્રીરામ જેવી લગ્નવિધિ સઘળા કુમારોની કરી,
પહેરામણીની કથા અનુપમ જાય શી રીતે કહી;
મંડપ ભરાયો કનક મણિ કંબલ વિવિધ વસ્ત્રોથકી
રથ અશ્વ હસ્તિ દાસ દાસી વિભૂષિત ગાયો ઘણી.
 
આનંદ પામ્યા લોકપાલો એ બધું જોઇ ખરે,
સંતોષ સુખપૂર્વક ગ્રહ્યું એ અયોધ્યાપતિ દશરથે.
ઇચ્છા પ્રમાણે યાચકોએ ગ્રહણ એમાંથી કર્યું,
જે વધ્યું જાનીવાસ લાવ્યા દ્રવ્ય ઉત્તમ તે બધું.
 
આદર વિનય ને દાનપૂર્વક જાનને સન્માનતાં
મુનિવંદના પૂજા કરી સુરને સસ્નેહ મનાવતાં
બોલ્યા જનક સુર સાધુ જન તો ભાવને જ ચહે સદા,
બેચાર જલનાં બિંદુથી તોષાય ના અર્ણવ કદા.
 
જનકે નમીને બંધુ સાથે કહ્યાં દશરથને વચન,
સંબધ તમ સાથે થવાથી થયા મોટા અમે પણ;
સેવક અમોને સમજજો આ રાજ સાથે આજથી,
દાસી ગણીને પાળજો કન્યા સદા સદભાવથી.
 
તમને અહીં તેડાવતાં મેં ધૃષ્ટતા મોટી કરી,
અપરાધ કરજો ક્ષમા સર્વે ભાવ અંતરમાં ભરી.
 
સન્માન જનકતણું પછીથી અવધપતિએ પણ કર્યું,
અંતર પરસ્પર પ્રેમપૂરણ સુખ પરમ એથી લહ્યું.
સુમનો સુરે વેર્યાં નૃપતિ આવાસ તરફ પછી ગયા,
વાજિંત્ર વેદ વિજયતણા ધ્વનિ નગરમાં સઘળે થયા.
 
આદેશ મુનિનો મેળવી કન્યા વર સહિત સુંદરી
કુળદેવસ્થાન તરફ ગઇ ગાતાં પરમ પ્રીતે નરી.
 
(દોહરો)          
સીતા જોતી રામને સહજ કરી સંકોચ,
મન પામે સંકોચ ના, હૈયે ઊંડી હોંશ.
 
તૃષાર્ત નયનો પ્રેમથી રામતને મળતાં
મનહર જાણે માનની શોભાને હરતાં.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.