लग्न का वर्णन
(चौपाई)
स्याम सरीरु सुभायँ सुहावन । सोभा कोटि मनोज लजावन ॥
जावक जुत पद कमल सुहाए । मुनि मन मधुप रहत जिन्ह छाए ॥१॥
पीत पुनीत मनोहर धोती । हरति बाल रबि दामिनि जोती ॥
कल किंकिनि कटि सूत्र मनोहर । बाहु बिसाल बिभूषन सुंदर ॥२॥
पीत जनेउ महाछबि देई । कर मुद्रिका चोरि चितु लेई ॥
सोहत ब्याह साज सब साजे । उर आयत उरभूषन राजे ॥३॥
पिअर उपरना काखासोती । दुहुँ आँचरन्हि लगे मनि मोती ॥
नयन कमल कल कुंडल काना । बदनु सकल सौंदर्ज निधाना ॥४॥
सुंदर भृकुटि मनोहर नासा । भाल तिलकु रुचिरता निवासा ॥
सोहत मौरु मनोहर माथे । मंगलमय मुकुता मनि गाथे ॥५॥
(छंद)
गाथे महामनि मौर मंजुल अंग सब चित चोरहीं ।
पुर नारि सुर सुंदरीं बरहि बिलोकि सब तिन तोरहीं ॥
मनि बसन भूषन वारि आरति करहिं मंगल गावहिं ।
सुर सुमन बरिसहिं सूत मागध बंदि सुजसु सुनावहीं ॥ १ ॥
कोहबरहिं आने कुँअर कुँअरि सुआसिनिन्ह सुख पाइ कै ।
अति प्रीति लौकिक रीति लागीं करन मंगल गाइ कै ॥
लहकौरि गौरि सिखाव रामहि सीय सन सारद कहैं ।
रनिवासु हास बिलास रस बस जन्म को फलु सब लहैं ॥ २ ॥
निज पानि मनि महुँ देखिअति मूरति सुरूपनिधान की ।
चालति न भुजबल्ली बिलोकनि बिरह भय बस जानकी ॥
कौतुक बिनोद प्रमोदु प्रेमु न जाइ कहि जानहिं अलीं ।
बर कुअँरि सुंदर सकल सखीं लवाइ जनवासेहि चलीं ॥ ३ ॥
तेहि समय सुनिअ असीस जहँ तहँ नगर नभ आनँदु महा ।
चिरु जिअहुँ जोरीं चारु चारयो मुदित मन सबहीं कहा ॥
जोगीन्द्र सिद्ध मुनीस देव बिलोकि प्रभु दुंदुभि हनी ।
चले हरषि बरषि प्रसून निज निज लोक जय जय जय भनी ॥ ४ ॥
(दोहा)
सहित बधूटिन्ह कुअँर सब तब आए पितु पास ।
सोभा मंगल मोद भरि उमगेउ जनु जनवास ॥ ३२७ ॥
*
MP3 Audio
*
લગ્નનું વર્ણન
શ્યામ શરીર સરૂપ સુહાવન, શોભા કોટિ મનોજ લજાવન;
ચરણકમળ બે રક્ત સદાય, મુનિમન મધુપે સદા છવાય.
પીત પુનિત મનોહર ધોતી હરે બાલરવિ દામિની જ્યોતિ;
કટિ કિંકિની ને સૂત્ર મનોહર, બાહુ વિશાળ વિભૂષણ સુંદર.
બ્રહ્મસૂત્ર શુચિ મંગલ સોહે, કરમુદ્રિકા સરસ મન મોહે;
શોભે વિવાહના સૌ સાજ, હૃદય હરે ભૂષણની લાજ.
મોતીમંડિત પીળો ખેસ, સુંદર ચિત્તાકર્ષક વેશ;
કાને કુંડલ કાંતિભરેલ, વદન સકળ સૌંદર્યછલેલ.
સુંદર ભ્રુકુટિ મનોહર નાક, તિલક રુચિર રસધામ લલાટ;
મંગલ મોતી મણિમંડિત મસ્તક મોર મધુર અંકિત.
મણિમંડિત શુભ મુકુટ અમૂલ, અંગ ચિત્તને કરતાં મુગ્ધ;
એવા નીરખી નારી રામ ગાતી ગીત પરમ અભિરામ
આરતી કરી ધરતી ભેટ પ્રશંસા કરીને ભરપેટ.
(દોહરો)
કુળદેવતાતણા સ્થાનમાં વરકન્યા લાવી
સુવાસિની સ્ત્રીઓ સુખે કરતાં મનભાવી
લૌકિક વિધિને ગીતને ગાવા મધુ લાગી,
સર્વજન્મફળને રહી માણી સૌ રાણી.
વૈદેહીને શારદા ગૌરી રઘુવરને
રીત પરમ કંસારની બતાવતી પ્રણયે.
(છંદ)
નિજ હાથના મણિમાં નિહાળી રામની છાયા સરસ
સંતોષતી સીતા સુખદ દર્શનતણી તીખી તરસ,
એથી વિરહભયથી નજર કે હાથને ન હઠાવતી,
એ પ્રેમ એ કૌતુક વિનોદ કરી શકે શે ભારતી ?
(દોહરો)
વરકન્યા સાથે સખી ચાલી જાનીવાસ
થયા એ સમે હર્ષ ને આશિષના ધ્વનિ ખાસ.
પિતાપાસ પહોંચ્યા સૌ વધુઓ સાથ કુમાર,
શોભા મંગલ મોદની વરસી ત્યારે ધાર.

