Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ गौदान करते है
 
(चौपाई)
दंड प्रनाम सबहि नृप कीन्हे । पूजि सप्रेम बरासन दीन्हे ॥
चारि लच्छ बर धेनु मगाई । कामसुरभि सम सील सुहाई ॥१॥

सब बिधि सकल अलंकृत कीन्हीं । मुदित महिप महिदेवन्ह दीन्हीं ॥
करत बिनय बहु बिधि नरनाहू । लहेउँ आजु जग जीवन लाहू ॥२॥

पाइ असीस महीसु अनंदा । लिए बोलि पुनि जाचक बृंदा ॥
कनक बसन मनि हय गय स्यंदन । दिए बूझि रुचि रबिकुलनंदन ॥३॥

चले पढ़त गावत गुन गाथा । जय जय जय दिनकर कुल नाथा ॥
एहि बिधि राम बिआह उछाहू । सकइ न बरनि सहस मुख जाहू ॥४॥

(दोहा)
बार बार कौसिक चरन सीसु नाइ कह राउ ।
यह सबु सुखु मुनिराज तव कृपा कटाच्छ पसाउ ॥ ३३१ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથ ભૂદેવોને ગોદાન કરે છે
 
પૂજી સૌને કરી પ્રણામ અર્પીને આસન અભિરામ
ચાર લાખ મંગાવી ગાય કામધેનુ સમ શીલસ્વભાવ.
 
અલંકૃત કરી સર્વપ્રકાર વસ્ત્રાભૂષણથકી અપાર
ભૂદેવોને કરતાં દાન દશરથ બોલ્યા મધુરી વાણ.
 
યાચકગણની રુચિ જાણી દશરથ રાજાએ દાની
હયગય સ્યંદન કનક વસન અર્પ્યા; આશીવાદ ર્વચન
 
વદતાં યાચક થયા વિદાય સુખશાંતિ વિજય પામો રાય.
લગ્નોત્સવ ઉજવાયો એમ, શેષ પણ શકે ગાઇ કેમ ?
 
(દોહરો)           
કૌશિકચરણે વંદતાં રાજા વારંવાર
વદ્યા, કૃપાકટાક્ષનો સુખ આ સર્વે સાર.
 
તમારી કૃપાનો જ છે સુખ આ સકળ પ્રસાદ,
કૃપાકટાક્ષે ભય ટળ્યો શમ્યો વળી અવસાદ.