ઘમ્મ ઘમ્મ ઘમ્મ, ઘમ્મર ઘમ્મ;
ચાલો આજે છાસ વલોવા, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
બેય હાથમાં, નેતરૂં લો;
ખેંચો એને દોણી ગાશે, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
ભાંડુ આવો, ગીતડાં ગાવ;
દોણીમાંનું દહીં વલોવે, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
હર્ષ પામશું, માખણ લઈ;
એ ઉકાળી ઘી કરીશુ, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
ચંદ્ર પેલો, વાદળાં વળી,
સૂણે પેલા તારલિયા છો, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
બંધુ આવો, શીખી લાવો,
અમૃત કાઢો જીવનમાંથી, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
ઘમ્મ ઘમ્મ ઘમ્મ, ઘમ્મર ઘમ્મ;
ચાલો આજે છાસ વલોવા, ઘમ્મ ઘમ્મ ઘમ્મ,
- શ્રી યોગેશ્વરજી