વર્ષ નૂતનનો થયો આરંભ આ
માહિતી તમને નથી એની મળી ?
એટલે જ અમે પથારી છોડતાં
રોજ કરતાં ઉષઃકાળે આજ તો
વહેલા ઊઠી ગયા નિવૃત્ત ને
બની સત્વર નીમરસ પીધો જરી
વ્યાધિ કે ના સતાવે, નવચેતના
જિંદગી નૂતન મળે નવલી પ્રભા;
અનુભવી એકાદ વરસે આ હવા.
ગુડીપડવો, આજ નૂતન વર્ષનો
થયો છે આરંભ અમનેયે મળી
માહિતી એની. ભલે પીધો તમે
નીમરસ, છે કિન્તુ તે
રહ્યો કંઠમહીં ઉદરમાં કે તને;
પ્રસરતાં પ્રાણે અને અંગાંગમાં
ઉષઃકાળે જગાડી જીવન શકે
ધન્ય તો રસપાન એ, નવલું વરસ.
અધિક એનાથકી ના કૈંયે સરસ.
- શ્રી યોગેશ્વરજી